ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં થઇ હોય ભૂલ તો આવી રીતે પાછા આવી શકે છે પૈસા

05 Oct, 2015

 ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં થઇ હોય ભૂલ તો આવી રીતે પાછા આવી શકે છે પૈસા

 
 બેન્ક ખાતામાંથી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા દિન પ્રતિદિન લોકપ્રિય બની રહી છે. રિયલ ટાઇમમાં કોઇને પણ પૈસા મોકલવાની આ સુવિધા આસાન અને ઓછા સમયમાં પૂરી થાય છે. પરંતુ  સુવિધા જેટલી આસાન છે એટલી જ જોખમવાળી પણ છે. તેમાં જરા પણ ચૂક પર, અલબત્ત એક ઝીરો વધવાથી અને એક ખોટા નંબરના ફીડીંગ પર કોઇ પણ અજાણ્યા શખ્સ પાસે પૈસા પહોંચી શકે છે. આવો જાણીએ જો પૈસા ટ્રાન્સફર કરતી વખતે આ ભૂલ થઇ જાય તો શું કરવું જોઇએ? 
 
ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા
 
જો તમારુ કોઇ પણ બેન્કમાં ઇન્ટરનેટ ખાતુ હોય તો તમે ઓનલાઇન એનઇએફટી અને આરજીએફટી  હેઠળ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે બેન્ક દ્વારા મળેલા પાસવર્ડ અને યૂઝરનેમની સંખ્યાને ઓનલાઇન બેન્કિંગ પ્રણાલીમાં નાખીને લોગીન કરો. તેના બાદ થર્ડ પાર્ટી ટ્રાન્સફર અથવા તો સમાન બેન્ક એકાઉન્ટ હોલ્ડરના વિકલ્પ પર જઇને જેને પૈસા મોકલવાના હોય તેનું વિગત ભરો. આશરે 10થી 12 કલાકની અંદર બેન્ક વેરિફાઇ કરીને તમારા ખાતાને સંબધિત ખાતા સાથે લિંક કરી દે છે. ઘણી વાર તમે એકાઉન્ટ નંબર ભરવામાં ભૂલ કરો છો. જોતે બેન્ક જે ખાતામાં પૈસા જવાના હોય તેનું રજિસ્ટ્રેશન કરવા માટે બે વાર એકાઉન્ટ નંબર નાખવો પડે છે.
 
જો કોઇ આંકડો ખોટો હોય તો બેન્ક તેને રિજેક્ટ કરી દે છે. ઘણી વખત એકાઉન્ટ નંબર નાખતી વખતે તમે કોઇ આંકડાને આગળ પાછળ કરી નાખો છો તો અન્ય વ્યક્તિનું ખાતુ તમારા એકાઉન્ટ સાથે જોડાઇ જાય છે. એવામાં પૈસા ખોટી વ્યક્તિને ટ્રાન્સફર થઇ જાય છે. ખાતું જોડાયા બાદ ગમે ત્યારે સંબંધિત ખાતામાં સીમા અનુસાર પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં રકમ પણ તમારે જ ભરવી પડે છે. અનેક વાર જોવામાં આવ્યું છે કે રકમ ભરવામાં ભૂલ થઇ જાય છે. તેને સુધારવા માટે આ ઉપાય કરી શકાય છે.
 
ઓનલાઇન ટ્રાન્સફરમાં ખોટું થવા પર કેવી રીતે કરશો ફરિયાદ
 
ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થવા પર જે બેન્કમાં ખાતુ હોય તેને તાત્કાલિક સુચના આપવી જોઇએ. આપની સુચનાના આધારે બેન્ક ખોટા લાભાર્થીની બેન્કને સુચના આપશે. લાભાર્થી પાસેથી તેની બેન્ક તે ટ્રાન્ઝેક્શનને પાછો ખેંચવાની મંજૂરી માગશે. જો લાભાર્થી સ્વીકારી લો તો આ ભૂલથી ટ્રાન્સફર કરેલા પૈસા તમારા ખાતામાં આવી જશે. જો લાભાર્થી ન માને તો તમે કોર્ટમાં કેસ કરી શકો છો.
 
ખોટી રીતે પૈસા ટ્રાન્સફર થવા પર બેન્કને જલ્દી જાણ કરો
 
કોઇ બીજા ખાતામાં કે વધુ પૈસા ટ્રાન્સફર થવા પર પોતાની પાસે જલ્દી ફરિયાદ નોંધાવો. જો તમારું અને લાભાર્થીનું ખાતુ એક જ બેન્કમાં હશે તો પ્રોસેસ જલ્દી પૂરી થઇ જશે. એક અથવા તો બે દિવસમાં તમારા ખાતામાં પૈસા ફરી આવી જશે.
 
આરબીઆઇની માર્ગદર્શિકા અનુસાર જો ખોટી રીતે પૈસા બીજા ખાતામાં જમા થઇ જાય તો બેન્કને જલ્દીથી પગલું લેવું પડશે. બેન્કને ખોટા ખાતામાંથી પૈસાને સાચા ખાતામાં પરત કરવાની વ્યવસ્થા કરવી પડશે.