દુનિયાનું પહેલું ગેજેટ સ્ટોર જે પાણીની અંદર બનેલું છે!

10 Dec, 2014

જ્યાં દુનિયામાં દરેક કંપની વધારેમાં વધારે પોતાના સ્ટોર ખોલવામાં રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે સોનીએ પોતાની એક્સપીરિયા સીરિઝને પ્રમોટ કરવાનો એક નવો કિમિયો અપનાવ્યો છે.

સોનીએ દુનિયાનો પહેલો અંડરવોટર એક્સપીરિયા એક્વાટેક સ્ટોર લોંચ કર્યો છે, જેને દુબઇમાં જાપાની કંપનીએ બનાવ્યો છે. આ સ્ટોર શહેરની પાસે આવેલા સમુદ્ર સ્તરથી 4 કિમી નીચે અંદર બનેલો છે. અંડર વોટર સ્ટોરમાં માત્ર કેટલાંક સિલેક્ટેડ લોકો જ જઇ શકશે જે સોનીની પ્રતિયોગિતામાં વિજેતા જાહેર કરવામાં આવશે.

પાણીની અંદર બનેલા આ સ્ટોરમાં જવા માટે સોનીએ સ્કૂબા ટ્રેનિંગ અને ડ્રાઇવ ઇંસ્ટ્રક્ટર પણ રાખી રાખ્યા છે, જે માત્ર લોકોને સ્ટોર સુધી લઇ જવામાં મદદ નહીં કરે પરંતુ નાવ ઉપરાંત બીજી સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે. 3 દિવસ સુધી ચાલનાર આ ઇવેંટમાં સોનીની તમામ વોટરપ્રૂફ ડિવાઇસ શોકેસ કરવામાં આવશે.

આ ઉપરાંત આ ઇવેંટમાં એ યૂઝર્સને વોટરપ્રૂફ કેસ પણ આપવામાં આવશે જેમની પાસે એક્સપીરિયા જી 3, જી 3 કોમ્પેક્ટ ફોન છે કારણ કે આ માત્ર 1.5 મીટર ઊંડાણ સુધી પાણી સહન કરી શકે છે.

પહેલું સ્ટોર
કોઇપણ કંપની દ્વારા ખોલવામાં આવેલ અત્યાર સુધીનું આવું પહેલું સ્ટોર છે.

સોની સ્ટોર
આ સ્ટોરને 3 દિવસો માટે ખોલવામાં આવ્યું છે, જેમાં કેટલાંક વીઆઇપી અને કોમ્પિટિશન જીતનારા લોકોને પણ મોકલવામાં આવશે.

સ્કૂબા ડ્રાઇવ ટ્રેનર પણ રાખ્યા છે
આ સ્ટોરમાં જવા માટે સોનીએ સ્કૂબા ડ્રાઇવ ટ્રેનર પણ રાખ્યા છે જે લોકોને નીચે સુધી લઇ જવામાં મદદ કરશે.

સોની સ્ટોર
સોની આ સ્ટોરમાં જનારા તે લોકોને વોટરપ્રૂફ કેસ પણ આપશે જેમની પાસે જી-3, જી-3 કોમ્પેક્ટ હેંડસેટ હશે.

પાણીમાં સ્ટોર
આ સ્ટોર શહેરની પાસે સમુદ્ર સ્તરથી 4 મીટરના ઊંડાણમાં બનેલું છે.

Loading...

Loading...