National

ઓનલાઇન ટ્રેક કરો પોતાના ટેક્સ રિફંડની સ્થિતિને, આવી રીતે મળશે પૂરી જાણકારી

 આવક વેરા વિભાગની વેબસાઇટ અનુસાર 7 સપ્ટેમ્બર સુધી 45 લાખ લોકોએ નાણાંકીય વર્ષ 2015-16 માટે આવક વેરા રિટર્ન ફાઇલ કર્યું છે. તેમાં 35 લાખ કરદાતા દ્વાર ભરવામાં આવેલા આવકવેરા રિટર્નને વેરિફાઇ પણ કરી લેવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનીક સિસ્ટમ અને Aadhaar આધારિત ITR વેરિફિકેશન સફળતાપૂર્વક કામ કરવાને કારણે  વખતે આવક વેરા વિભાગ 7-10 દિવસમોમાં રિફંડ મોકલી રહ્યું છે. જો તમે તમારા રિફંડ આવવાની રાહ જોઇ રહ્યા હોય તો મનીભાસ્કર તમને બતાવી રહ્યું છે કે ઓનલાઇન ટેક્સ રિફંડ સ્ટેટસ ચેક કરવાનો ઉપાય. ઓનલાઇન ટેક્સ રિફંડ ચેક કરીને તમે તમારા રિફંડનું સ્ટેટસ થોડી જ મિનીટોમાં જાણી શકશો.

 
કેવી રીતે ચેક કરશો ઓનલાઇન ટેક્સ રિફંડ
 
ઓનલાઇન ટેક્સ રિફંડનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે www.incometaxindia.gov.in અથવા www.tin-nsdl.com પર જવું પડશે. આ સાઇટ પર ક્લિક કર્યા બાદ ‘સ્ટેટસ ઓફ ટેક્સ રિફંડ’ ટેબ પર ક્લિક કરવું પડશે. આ ટેબ પર ક્લિક કરીને તમારો પોતાનો પાન નંબર અને નાણાંકીય વર્ષ ફીડ કરવું પડશે. ત્યાર બાદ પોપ અપમાં એક મેસેજ જોવા મળશે, જેમાં તમનો રિફંડનો મોડ ઓફ પેમેન્ટ, રેફરન્સ નંબર, સ્ટેટસ અને ક્યા માર્ગે રિફંડ મળી રહ્યું છે કે મળશે, તેની માહિતી હશે. જો તમે ઇચ્છતા હોય કે વિતેલા વર્ષના રિફંડની માહિતી જોવી છે તો અહીંથી તે પણ જોઇ શકાય છે. તેના માટે તમારે ફક્ત નાણાંકીય વર્ષ બદલવું પડશે.
 
બે રીતે મળશે ટેક્સ રિફંડ
 
કરદાતાઓને રિફંડ બે રીતે મળે છે. પહેલું ઇલેક્ટ્રોનીક ક્લિયરીંગ સિસ્ટમ (ઇસીએસ) અને બીજુ ચેક અથવા ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા. રિટર્ન ભરવાનો સમયે જ ઇસીએસનો વિકલ્પ મળે છે. જો તમે તે વિકલ્પ પસંદ કર્યો ન હોય તો ઇસીએસ દ્વારા રિફંડ સીધુ તમારા બેન્ક એકાઉન્ટમાં આવી જશે. જો પસંદ કર્યું ન હોય તો ચેક અથવા ડ્રાફ્ટથી નાણાં તમને મોકલવામાં આવશે. તેના માટે તમારે બેન્ક એકાઉન્ટ અને પત્રવ્યવહારનું સાચુ સરનામુ આપવું પડશે.
 
ટેક્સ રિફંડ ન મળતા શું કરી શકાય?
 
જો વેબસાઇટ પર તમને ટેક્સ રિફંડ મળવાનું દેખાઇ રહ્યું હોય, પરંતુ તમારા બેન્ક એકાઉન્ટમાં રિફંડ જમા થયુ ન હોય તમે તેની ફરિયાદ આવક વેરા વિભાગને કરી શકો છો. તમે આવક વેરા વિભાગને નીચેના સરનામે ફરિયાદ કરી શકો છો.
 
આયકર સંપર્ક કેન્દ્ર
ફોન નંબર -0124-2438000
ઇ-મેઇલ - refunds@incometaxindia.gov.in
 
અહીંથી કોઇ જાણકારી ન મળે તો તમે આવક વેરા વિભાગના આકારણી અધિકારીનો સંપર્ક કરીને પણ પોતાની ફરિયાદ કરી શકો છો.
 
શું તમે ટેક્સ રિફંડ લેવા હકદાર છો?
 
જો, તમારી આવકમાંથી ટીડીએસ કપાયો હોય તો તમે રિફંડ લેવા માટે હકદાર છો. ટેક્સ રિફંડ લેવા માટે તમારે આવક વેરો ફાઇલ કરવો પડશે. જો તમે 7 સપ્ટેમ્બરની ડેડલાઇન ચૂકી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે 31 માર્ચ સુધી રિફંડ લેવા માટે આવક વેરો ફાઇલ કરી શકો છો.

Releated News