કમાણી કરવા માટે ઈ-કોમર્સ કંપનીઓનું નવું પ્રાઈસિંગ મોડલ

19 Nov, 2015

  ઈ-કોમર્સ કંપનીઓથી લઈને સેલર્સ તેમની કમાણી વધારવા માટે, માર્કેટમાં ટોપ પર રહેવા માટે અને વધુ ગ્રાહકો મેળવવા માટે નવા પ્રાઈસિંગ મોડલનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીઓ અને સેલર્સ થર્ડ પાર્ટી ડેટા એનાલિટકસની મદદથી ડાયનેમિક પ્રાઈસિંગ ફોર્મ્યુલાનો ઝડપથી ઉપયોગ કરી રહ્યા છે. આ ફોર્મ્યુલાથી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર પ્રોડકટનો ભાવ ઘટે અને વધે છે. આ ફોર્મ્યુઅલાથી ગ્રાહકોને સસ્તા ભાવે પ્રોડકટ ખરીદવાની તક મળે છે.

 
સામાન્ય રીતે એરલાઈન્સ કંપનીઓ અને રેલવે પીક અવરમાં ટિકિટની કિંમત બદલે છે, આ જ રીત કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ પણ અપનાવે છે. બિગ સેલ્સ દરમિયાન ગ્રાહકો વિવિધ વેબસાઈટ પર આપવામાં આવતી વસ્તુઓની કિંમતોની પણ ચર્ચા કરે છે. માત્ર એક જ દિવસ પછી આ કિંમતમાં ફેરફાર થાયો હોવોનું ગ્રાહકોને જાણવા મળે છે. આ થવા પાછળ ડાયનેમિક પ્રાઈસિંગની ખુબ જ મહત્વની ભૂમિકા છે.
 
પ્રોડકટનો સ્ટોકસ બદલે છે કિંમત
 
ઓનલાઈન પ્રાઈસ ડિસ્કવરી કંપની યુટેલમીના એક અધિકારીએ મનીભાસ્કરને જણાવ્યું છે કે, ઓછી કિંમતે વસ્તુ વેચતા ટોર સેલરની પાસે જે તે વસ્તુનો સ્ટોક ખાલી થઈ જાય પછી આ કિંમતમાં ફેરફાર જોવા મળે છે. કિંમતો ઘટે તેવા સંજોગોમાં સેલર્સની ચુકવણી ઈ-કોમર્સ કંપનીઓ કરે છે. ઈ-કોમર્સ કંપની કોઈ પણ પ્રોડકટનો ભાવ ત્યારે જ રાખે છે જયારે તેની પાસે તે પ્રોડકટ પુરી થઈ જાય તેવી હોય અને તેનું કેટલોગ પુરુ ન થયું હોય.
 
24 કલાક પ્રોડકટની કિંમત પર હોય છે નજર
 
ઓનાલાઈન પ્લેટફોર્મ પર પ્રોડકટનો સપ્લાય કરનાર ઈઝી મોલના માલિક શાબાહત હુસેને મનીભાસ્કરને જણાવ્યું છે કે, 24 કલાક કિંમતો પર નજર રાખવામાં આવે છે. હરિફાઈમાં ટકવા માટે આમ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો, 100 રૂપિયા ઓછા ભાવમાં પણ જો તમે વસ્તુનું વેચાણ કરો તો તેનાથી ખુબ જ ફાયદો થાય છે, કારણ કે ઓનલાઈન માર્કેટ રીયલ ટાઈમ પ્રમાણે કામ કરે છે.