Sex & Relationship

સેક્સ અંગેની પાંચ સાવ ખોટી માન્યતા

 21મી સદીમાં પણ સેક્સ અંગે કેવી ધડ-માથા વગરની માન્યતાઓ લોકો ધરાવે છે તે જાણીને કદાચ તમારા આશ્ચર્યનો પાર નહીં રહે. વાંચો આવી જ કેટલીક માન્યતાઓ, જેમનું કોઈ સાયન્ટિફિક વજૂદ જ નથી.


પુરુષ જો બેઠા-બેઠા પગ ક્રોસ કરી શકે તો તેનું પેનિસ નાનું હોય: કેટલીક સ્ત્રીઓ એવું માનતી હોય છે કે, જો કોઈ પુરુષ ખુરશી પર બેઠા-બેઠા પોતાના પગ પર પગ ચઢાવી શકતો હોય તો તેનો મતલબ કે તેનું પેનિસ નાનું હોય છે. તેઓ એવું માનતી હોય છે કે, પ્રાઈવેટ પાર્ટની સાઈઝ નાની હોવાના કારણે જ કોઈ પુરુષ સરળતાથી આમ કરી શકે. કારણકે, જો સાઈઝ મોટી હોય તો ડિસ્કમ્ફર્ટેબલ વિના કોઈ પુરુષ આમ ન કરી શકે. જોકે, આ માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. માટે, કોઈ છોકરી સામે આ રીતે બેસવામાં કોઈ છોકરાએ શરમાવાની જરૂર નથી. જોકે, આમ કરતી વખતે થોડું સાવધાન રહેવું પણ જરૂરી છે. કારણકે, સાચી વાત ન જાણતી કોઈ ગર્લ તમારા વિશે ગેરસમજ કરી શકે છે.

વધુ સેક્સ કરવાથી મહિલાઓના બટ્સ મોટા થઈ જાય છે: આ પણ સેક્સ સાથે સંકળાયેલી સાવ ખોટી માન્યતા છે જેને માનનારો એક વર્ગ છે. જેમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, ખરેખર આવું કંઈ નથી હોતું.

સેક્સથી પ્રાઈવેટ પાર્ટમાં ઘસારો લાગે છે: મોર્ડન ટાઈમમાં કેટલીક મહિલાઓમાં આજેય આ ભ્રમણા અસ્તિત્વ ધરાવે છે. એવી માન્યતા છે કે, વધુ સેક્સથી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઘસારો થાય છે અને લાંબાગાળે તેનો પાર્ટનર તેની સાથે ખાસ પળોનો આનંદ નથી ઉઠાવી શકતો. આપ માનશો નહીં પરંતુ, કેટલીક ગર્લ્સને તો થોડા દિવસ સેક્સથી દૂર રહેવા પણ સલાહ અપાતી હોય છે જેથી આ ઘસારો દૂર થઈ શકે. જોકે, બાયોલોજીકલી તેને કોઈ આધાર મળતો નથી.

જેનું માથું, નાક કે પગના પંજા મોટા તેનું પેનિસ પણ મોટું: એવી એક માન્યતા છે કે, જે પુરુષના પગના પંજા મોટા તેમનું પ્રાઈવેટ પાર્ટ પણ મોટું હોય છે. જોકે, ડૉક્ટર્સ દ્વારા કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ માન્યતાને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. હાલમાં જ યુરોલોજીસ્ટના એક ગ્રુપે આ અંગે એક અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, પગના પંજા અને પેનિસની સાઈઝને કોઈ લેવાદેવા નથી. 2007માં BJU ઈન્ટરનેશનલમાં એક અભ્યાસ પ્રસિદ્ધ થયો હતો જેમાં જણાવાયું હતું કે, પુરુષો પોતાના પેનિસ જ્યારે મહિલાઓ લૂક અને પર્સનાલિટીને લઈને વધુ કન્સર્ન હોય છે.

છાતી પર વાળ ધરાવતા પુરુષો બેડ પર વાઈલ્ડ બીહેવ કરે છે: ઘણી સ્ત્રીઓ માનતી હોય છે કે, છાતી પર વાળ હોય તેવા પુરુષોમાં પૌરુષત્વ દબાઈ-દબાઈને ભર્યું હોય છે અને તેઓ બેડ પર એકદમ વાઈલ્ડ બની જાય છે. જોકે, આ માન્યતામાં કોઈ દમ નથી. એક સમય હતો જ્યારે છાતી પરના વાળ મર્દાનગીનું નિશાન ગણાતા. પરંતુ, હવે તો પુરુષો પોતે પણ સફાચટ ચેસ્ટ રાખવાની જ પસંદ કરવા લાગ્યા છે.

Source By : Navgujaratsamay