Sex & Relationship

થનાર પતિ સાથે શારીરિક રિલેશન છે. આ વખતે માસિક નથી આવ્યુ, શું કરું?

 સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મને તાત્કાલિક ગાઇડન્સની જરૂર છે. મારાં લગ્ન નથી થયાં, પણ હું ફિયાન્સે સાથે ફિઝિકલ રિલેશન રાખું છું. સમસ્યા અર્જન્ટ એટલા માટે છે કેમ કે મહિનો પૂરો થવા ઉપર પંદર દિવસ થઈ ગયા છતાં માસિક નથી આવ્યું. ક્યારેક ચાર-પાંચ દિવસ વધારે થાય, પણ આટલુંબધું વધારે ક્યારેય નથી થયું. વધારામાં મને ટિપિકલ પ્રેગ્નન્સીનાં અને મૉર્નિંગ સિકનેસનાં લક્ષણો ઊલટી, ઊબકા અને ઍસિડિટી જેવું લાગે છે. છેલ્લા મહિનામાં અમે બે વખત અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કર્યો છે. દરેક વખતે તેણે પૂલ-આઉટ મેથડથી વાપરી હતી. ઇન્ટરકોર્સ પછી હું પ્રાઇવેટ પાર્ટ્સ ખૂબબધા પાણીથી ધોઈ નાખું છું. શું એ પછીય બહાર ઇજેક્યુલેટ કરવાને કારણે પ્રેગ્નન્સી રહી શકે? માસિક લાવવા માટે ગરમ મસાલાનો ઉકાળો પીઉં છું, પણ હજી માસિક આવ્યું નથી. લગ્ન ન થયાં હોવાથી હું અને મારો ફિયાન્સે ડૉક્ટરને કન્સલ્ટ કરતાં ડરીએ છીએ. હોમ પ્રેગ્નન્સી કિટમાં ટેસ્ટ નેગેટિવ છે. 
 
જવાબ : મહિના ઉપર પંદર દિવસ થઈ ગયા હોય તો હોમ પ્રેગ્નન્સી કિટમાં ક્યારેક જ પ્રેગ્નન્સી ન પકડાય એવું બની શકે છે જે અપવાદરૂપ કિસ્સાઓ હોય. બીજું, જો પ્રેગ્નન્સી રહી ગઈ હશે તો ગરમ તેજાનાવાળી ચીજો પીવાથી પડી જશે એવું ધારી લેવું યોગ્ય નથી. ગરમીની સીઝનમાં ગરમ તેજાના લેવાથી સામાન્ય રીતે ઊબકા-ઊલટી અને ઍસિડિટી થાય એ સ્વાભાવિક છે. તમારી પાસે સમય ઓછો છે એટલે આવા અખતરાઓમાં સમય બરબાદ કરવા કરતાં સાચું નિદાન કરીને ઝડપથી નિર્ણય લો એ જરૂરી છે. 
 
રિપોર્ટ પૉઝિટિવ હોય કે નેગેટિવ, તમારે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવાનું ટાળવું યોગ્ય નથી. પૉઝિટિવ હોય અને અબૉર્ટ કરાવી નાખવા માગતાં હો તોપણ મેડિસિન લઈને એમ કરવું ઠીક નથી. જો ગોળીથી પ્રૉપર અબૉર્શન ન થયું હોય તો ભવિષ્યમાં બાળક મેળવવામાં તકલીફ પડી શકે છે. જો પ્રેગ્નન્સી ટેસ્ટ નેગેટિવ હોય તો પિરિયડ્સમાં ડિલે કેમ થઈ રહ્યું છે એનું નિદાન કરવું જરૂરી છે. 
 
છેલ્લી વાત, જ્યારે તમે બાળક ન ઇચ્છતાં હો ત્યારે કૉન્ડોમ વિના સમાગમ કરવો કેટલું રિસ્કી છે એ તમે હાલના ઉચાટ પરથી સમજી જ ગયાં હશો. એટલે હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કરવાનું રાખો.
 
Source By : Divya Bhaskar