Sex & Relationship

કોલગર્લ મારાથી સંતુષ્ઠ નથી થતી તો શું પત્ની થઈ શકશે?

 સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષ છે. કુંવારો છું અને મારાથી સાત વર્ષ નાની યુવતી સાથે પ્રેમમાં છું. જોકે ફિઝિકલ સંબંધો આગળ નથી વધાર્યા, કેમ કે ચિંતા છે કે હું તેને શારીરિક સંતોષ આપી શકીશ કે નહીં. જુવાન સ્ત્રીને સંતોષી શકું એવો સેક્સ-પર્ફોર્મન્સ કેળવવા માટે શું કરવું? હું શારીરિક જરૂરિયાત માટે ક્યારેક કૉલગર્લ પાસે જાઉં છું. પ્રોફેશનલ છોકરીઓને મારો પર્ફોર્મન્સ બહુ ઇમ્પ્રેસિવ નથી લાગ્યો. આ જ કારણોસર દોસ્તી અને પ્રેમ થઈ ગયાં હોવા છતાં હું લગ્નની બાબતમાં આગળ નથી વધી શકતો. સેક્સ્યુઅલ પાવર સુધારવા માટે છેલ્લા છ મહિનાથી હર્બલ દવા લઉં છું, પણ મને અંદરથી ખાસ ફરક નથી જણાતો. કૉલગર્લ પાસે ગયેલો ત્યારે તેણે પણ કહેલું કે તેને મારા પર્ફોર્મન્સમાં ખાસ કોઈ ફરક નથી લાગ્યો. મૅસ્ટરબેશન કરું છું ત્યારે પણ ઉત્તેજનામાં કોઈ ફરક નથી પડતો.
 
જવાબ : મને એક વાતનો જવાબ આપો કે તમે કોઈને ઇમ્પ્રેસ કરવા માટે સેક્સ માણો છો કે તમારા સંતોષ માટે? સેક્સ એ માનવમાત્રની મૂળભૂત જરૂરિયાત છે અને એમાં બન્ને પાત્રને સંતોષ થાય એવી રીતે તેઓ સમાગમમાં રાચતાં હોય છે. જોકે તમે કૉલગર્લ પાસે જઈને તમારા પર્ફોર્મન્સનું સર્ટિફિકેટ મેળવવા મથી રહ્યા છો એ સદંતર ખોટું છે. એવા સર્ટિફિકેટ પર આધાર રાખીને તમે તમારા પોતાના વિશેનો અભિપ્રાય બાંધો છો એને બદલે જો તમને શંકા હોય તો કોઈ સારા સેક્સોલૉજિસ્ટ પાસે જાઓ. 
 
ઉંમરના તફાવતની વાત છે તો હું માનું છું કે જો સંબંધોમાં પ્રેમ હોય તો એવો તફાવત ક્યાંય આડો આવતો નથી, પણ જો મનથી મેળ ન હોય તો ગમે એટલો ઉંમરનો મેળ હોય કંઈ કામનો નહીં. સૌથી અગત્યની વાત એ છે કે તમે મનમાં જ કલ્પનાઓના જે ઘોડા દોડાવી રહ્યા છો એને બદલે પહેલાં તેનું મન જાણો અને પછી તમારા મનની વાત કરો. જ્યાં સુધી આ બધું નથી થતું ત્યાં સુધી કાલ્પનિક વિશ્વની વાતો સિવાય બીજું કંઈ નથી. 
 
સેક્સ-પાવર વધારવાનો દાવો કરતી હર્બલ દવાઓમાં દવા કરતાં એની ઉપરનું રૅપર જ કામ કરતું હોય છે. વળી કેટલીક દવાઓ ફાયદા કરતાં નુકસાન વધુ કરતી હોય છે એટલે નિષ્ણાતને પૂછીને પછી જ આગળ વધો.
 
Source By : Divya Bhaskar