Sex & Relationship

સેક્સ કરશો તો નોકરીમાં મળશે સફળતા

સેક્સ કરવાના ફાયદા અંગે તો તમે ઘણું સાભળ્યું હશે, પણ શું તમને ખબર છે કે સેક્સ તમારા કરિયર માટે પણ બહુ યાદગાર સાબિત થાય છે.

 
સેક્સ કરો, સેલરી વધારોઃ ચોંકશો નહીં!! તમે કંઈ બીજું વિચારો તે પહેલા તમને જણાવી દઈએ કે ઈન્સ્ટિટ્યુટ ફોર ધ સ્ટડી ઓફ લેબરના રિસર્ચ પ્રમાણે જે લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછું 4 વાર સેક્સ કરે છે , તેમને તેમના સહકર્મીઓથી વધુ સેલરી મળવાની શકયતા વધારે છે. સેક્સ કરવાથી માણસ ખુશ પણ રહે છે અને સ્વસ્થ પણ જેની સીધી સકારામત્મ્ક અસર તમારા કામ પર પડે છે અને સારું કામ કરશો તો , સેલરી તો વધશે જ.
 
સેક્સ કરવાથી તણાવ દૂર થશેઃ સેક્સને તણાવ દૂર કરવામાં ઘણું સહાયક માનવામાં આવે છે. તણાવ નહીં હોય તો તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અને સારી માનસિકતાનો સીધો સંબંધ સારા શારીરિક સ્વાસ્થ્ય સાથે જ થાય છે. સૈરોન નોર્લિંગના પુસ્તક 'યોર ડૉક્ટર ઈઝ રોન્ગ' મુજબ ફ્રીક્વન્ટ ઓર્ગેઝમના કારણે તમારા જીવનના 3થી 8 વર્ષનો વધારો થઈ શકે છે.
 
સેક્સ કરો અને યુવાન રહોઃ સેક્સ સમયે ડીહાઈડ્રોએપિએન્ડ્રોસ્ટીરોન (DHI) નામનો હાર્મોન રીલીઝ થાય છે. આ હાર્મોન તણવ ઓછો કરે છે અને તમને જવાન બનાવી રાખે છે. રૉયલ એડિનબર્ગ હાસ્પિટલની સ્ટડી મુજબ જે લોકો વધુ સેક્સ કરે છે, તે બીજા લોકોથી 7થી 13 વર્ષ યુવાન દેખાય છે.
 
સેક્સ કરો દર્દને દૂર ભગાવોઃ સેક્સ સમયે રિલીજ થતાં એક હાર્મોન ઑક્સિટોસિન, જેને લવ હર્મોન પણ કહે છે, જે દર્દને દૂર કરીને રાહત આપે છે. જો તમારી ઑફિસ તમારું માથું પકાવે છે તો સેક્સ કરો અને ફીટ થઈને ઑફિસ પહોંચો.
 
આ સ્ટડીમાં એવું પણ સામે આવ્યું કે જે લોકો 9થી 5 વાગ્યાની નોકરી કરતા હતા તેઓએ નોકરી છોડી દીધી અને પોતાનો બિઝનસ શરૂ કર્યો, તેમની સેક્સ કરવાની ફ્રીક્વન્સીમાં પણ વધારો થયો. મતલબ સમજી ગયા ને? સેક્સ અને કરિયર બન્ને એક બીજાના પૂરક છે. ;-)
 
Source By : Navgujaratsamay