Sex & Relationship

ઉંમરની સાથે બદલાય છે જાતિય વર્તન

ઉંમર વધવાની સાથે આપણા જાતિય વર્તનમાં પણ ખાસ્સો ફેર પડી જતો હોય છે. સેક્સ ગુરુ ટ્રેસી કોક્સની બેસ્ટસેલિંગ બૂક 'સેક્સ્ટેસી'માં આ અંગેના અનેક રહસ્યોને ઉજાગર કરાયા છે. તેમાંય કોઈપણ વ્યક્તિ જાતિય રીતે સક્રીય થાય છે તે સમયે એટલે કે ટ્વેન્ટીઝમાં તો આપણું સેક્સ્યુઅલ બિહેવિયર અલગ જ હોય છે. આવો જાણીએ, જાતિય જીવનના શરૂઆતના તબક્કાના શું હોય છે ખાસ લક્ષણો...

આ ઉંમરમાં છોકરાઓ સેક્સના વિચારોથી મુક્ત નથી થઈ શકતા. દરેક કલાકે તેમને તે અંગે જ વિચારો આવે છે. બીજી તરફ, આ ઉંમરની છોકરીઓ સેક્સ્યુઅલ ઈમેજિનેશનમાં ખાસ્સી બળવાખોર પ્રવૃત્તિ ધરાવતી હોય છે.

આ ઉંમરની કેટલીક છોકરીઓ તો સેમ સેક્સ ફેન્ટેસીમાં રાચતી હોય છે અને બાયોસેક્સ્યુઆલિટી ટ્રાય કરવાની ઈચ્છા રાખતી હોય છે. વર્ષ 2006માં લગભગ 2000 લોકો પર એક અભ્યાસ કરાયો હતો જેમાં જાણવા મળ્યું હતું કે છોકરીઓ સાથે જ જાતિય સંબંધ બાંધનારી 76 ટકા છોકરીઓ ઓર્ગેઝમ સુધી પહોંચી હતી. (આ પ્રમાણ પુરુષો સાથે જાતિય સંબંધ બાંધનારી મહિલાઓમાં 50 ટકા હતું)

20sમાં છોકરાઓ અને છોકરીઓ સેક્સ્યુઅલ પોઝિશન્સને લઈને ખાસ્સા એક્સેરિમેન્ટલ હોય છે. 

Source By : Navgujaratsamay