Sex & Relationship

મારાથી યુવાન પત્નીને સંતોષ નથી આપી શકતો, શું કરું?

 સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મારી ઉંમર ૫૩ વર્ષ છે. પાંચ વરસ અગાઉ પહેલી પત્નીનું અવસાન થયેલું. તેની સાથેની સેક્સલાઇફ નૉર્મલ હતી. પત્નીના ગયા પછી પણ મહિને બે-ત્રણ વાર હસ્તમૈથુન કરતો હતો. છોકરાઓ મોટા થઈને જુદા થઈ ગયા એટલે એકલતા દૂર કરવા થોડાક સમય પહેલાં બીજાં લગ્ન કર્યા. સાચું કહું તો શારીરિક સંબંધ કરતાં કોઈકનો સાથ વધુ ઝંખું છું. બીજી પત્નીની ઉંમર ૪૬ વર્ષ છે. સમસ્યા એ છે કે તેને શરીરસુખની ઇચ્છામાં પૂરતો સાથ આપી શકતો નથી. હસ્તમૈથુન વખતે જેટલી કડકાઈ આવે છે એટલી ઉત્તેજના સમાગમ વખતે નથી આવતી. પરાણે પ્રયત્ન કર્યો તો યોનિપ્રવેશ થાય છે, પણ મજા નથી આવતી. મુખમૈથુન કરી આપું તો સંતુષ્ટ થાય છે. મને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશરની તકલીફ નથી. હસ્તમૈથુન પછી ર્વીયની માત્રા પણ ઘટી ગઈ છે તો શું એની માત્રા વધારી શકાય? 
 
જવાબ : તમે હસ્તમૈથુન કરી શકો છો, એ વખતે ઉત્તેજના પણ બરાબર આવે છે; પણ સમાગમ વખતે ગરબડ થાય છે. મતલબ કે સમસ્યા શારીરિક નહીં, મહદંશે માનસિક હોવાની શક્યતા વધુ છે. ઘણા સમયથી સમાગમની આદત છૂટી ગઈ હોવાથી નવા પાર્ટનર સાથેના સંબંધમાં ઍન્ગ્ઝાયટીનું પ્રમાણ વધી ગયેલું હોઈ શકે. કદાચ તમે ધારી લીધું છે કે તમે હવે સંભોગ નહીં કરી શકો. સમાગમ માટેનો કૉન્ફિડન્સ ફરી બિલ્ડ કરવો જરૂરી છે. 
 
ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર ન હોય કે અન્ય કોઈ પણ રેગ્યુલર દવાઓ ન ચાલતી હોય તો દેશી વાયેગ્રા લઈ શકાય. શરૂઆતમાં જ્યારે હસ્તમૈથુન કરો એના એક કલાક પહેલાં દેશી વાયેગ્રાની ૫૦ મિલીગ્રામની ગોળી લઈ લો. પેનિસની યોગ્ય મજબૂતી સાથે તમે હસ્તમૈથુન કરી શકતા હશો તો મૈથુનમાં પણ વાંધો નહીં આવે. પત્ની સાથેના સમાગમના કલાક પહેલાં આ જ રીતે દેશી વાયેગ્રા ભૂખ્યા પેટે લેવાનું રાખો તો જરૂર કૉન્ફિડન્સ બિલ્ડ થશે.
 
અઠવાડિયામાં બે-ત્રણ વખત લીલું લસણ અને હિંગથી વઘારેલી અડદની દાળનું સેવન કરવાનું શરૂ કરવું. અડદની દાળમાં પુરુષ-હૉમોર્નનું પ્રમાણ વધુ હોય છે. હૉમોર્નની ઊણપના કારણે જો ર્વીયની માત્રા ઓછી થઈ ગઈ હશે તો અડદની દાળને લીધે નૉર્મલ થઈ જશે. રોજ એક ચમચી ગાયનું ઘી એક ગ્લાસ ગાયના દૂધમાં નાખીને પી જવું.
Source By : gujaratimidday