Sex & Relationship

ડિલિવરી પછી ઈન્ટરકોર્સ દરમ્યાન યોનિમાં ખૂબજ દુખાવો થાય છે, શું કરું?

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 

સવાલ : મારી ઉંમર ૩૨ વર્ષ છે. ડિલિવરીને પાંચ મહિના થયા છે. હજી મને ઇન્ટરકોર્સ વખતે દુખાવો થાય છે. મારા હસબન્ડને સમાગમનું ખૂબ મન થાય છે, પણ પેનિટ્રેશન વખતે મને ખૂબ પેઇન થતું હોવાથી મારો મૂડ મરી જાય છે. મારી ખાસ ફ્રેન્ડને પણ હાલમાં જ ડિલિવરી થઈ છે અને તેને આવી સમસ્યા નથી થતી. મને નૉર્મલ ડિલિવરી થઈ હતી અને નીચેના ભાગમાં ટાંકા પણ આવ્યા હતા. બાળકના આવ્યા પછી સેક્સલાઇફ સાવ જ ખોરંભે ચડી ગઈ છે. બાળકના સૂવાના અનિયમિત સમયને કારણે માંડ એકાંત મળે છે અને જ્યારે સમય મળે ત્યારે પેઇનફુલ સમાગમ થાય છે એટલે મારા હસબન્ડ  મૅસ્ટરબેશન તરફ વળ્યા છે. મેં એવું ક્યાંક વાંચ્યું હતું કે જેમને વધુ દૂધ આવતું હોય તેમને આવી તકલીફ થાય છે. શું આ વાત સાચી છે કે બ્રેસ્ટફીડ કરાવતી બધી જ મહિલાઓને આટલી પીડા થતી હશે?

 

જવાબ : બ્રેસ્ટ-ફીડિંગ અને પેઇનફુલ સમાગમને કોઈ જ લેવાદેવા નથી. તમારી ડિલિવરીને પાંચ મહિના થઈ ગયા છે એટલે નીચેના ભાગમાં લીધેલા ટાંકા તો સુકાઈ ગયા હોવા જોઈએ. તમને માત્ર પેનિટ્રેશન દરમ્યાન જ દુખે છે કે એમ પણ દુખાવો થાય છે?

 

ઘણી વાર ડિલિવરી પછી લૂઝ થઈ ગયેલા યોનિમાર્ગના સ્નાયુઓને કારણે ઇન્દ્રિયની યોનિમાં બરાબર પકડ જળવાતી નથી. આવું ન થાય એ માટે ગાયનેકોલૉજિસ્ટ એકાદ વધારાનો ટાંકો લઈને યોનિના મુખને સાંકડું બનાવે છે. જો તમારા ડૉક્ટરે આવો એકાદ ટાંકો વધારે લઈ લીધો હોય અને યોનિમાર્ગ વધુ સાંકડો થઈ ગયો હોય તો પેનિટ્રેશનમાં તકલીફ પડી શકે છે. બ્રેસ્ટ-ફીડિંગને કારણે ઇન્ટરકોર્સમાં પીડા ન થાય. જો એવું જ હોત તો તમારી સાથે જ તમારી જે ફ્રેન્ડની ડિલિવરી થઈ છે તેને પણ આવી સમસ્યા થવી જોઈતી હતીને? ખોટું મૂંઝાવાને બદલે પહેલાં કોપરેલ તેલ લગાવીને સમાગમ કરવાની કોશિશ કરી જુઓ. લુબ્રિકેશન પ્રૉપર ન હોવાથી ઘર્ષણને કારણે પીડા થતી હશે તો સારું થઈ જશે. એમ છતાં જો પીડા રહેતી હોય તો તમે જે ડૉક્ટર પાસે ડિલિવરી કરાવેલી તેમને કન્સલ્ટ કરો.

 
Source By : gujaratimidday