Sex & Relationship

પત્ની સાથે સેક્સ દરમ્યાન નહીં પણ હસ્તમૈથુન વખતે શીધ્રસ્ખલન થાય છે, શું કરું?

મારી ઉંમર ૪૨ વર્ષ છે અને શીઘ્રસ્ખલનથી પીડાઉં છું.

 
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
 
સવાલ : મારી ઉંમર ૪૨ વર્ષ છે અને શીઘ્રસ્ખલનથી પીડાઉં છું. વાત કંઈક એમ છે કે પત્નીને ઇચ્છા ઓછી થાય છે અને મને વધુ. તેને ઇન્ટરેસ્ટ ન હોવાથી તે મહિનામાં માંડ એકાદ-બે વાર સમાગમ માટે તૈયાર થાય છે. મને જ્યારે મન થાય ત્યારે હું હસ્તમૈથુનથી સંતોષ મેળવી લઉં છું. એકલા આનંદ લેતા થઈએ એટલે વધુ ઉત્તેજક ચીજોની જરૂર પડે. મેં પણ પૉનોર્ગ્રાફી ક્યારેક અજમાવી. જોકે એનાથી સ્ખલન જલદી થવા લાગ્યું એટલે મેં એમ કરવાનું બંધ કર્યું. મારા એક મિત્રે મને એની સાથે કસરત કરવાનું શીખવ્યું. હું સ્ટાર્ટ-સ્ટૉપ ટેક્નિક વાપરીને શીઘ્રસ્ખલન રોકવા માટે પૉનોર્ગ્રાફી જોવા માંડ્યો.  પૉનોર્ગ્રાફી જોતાં-જોતાં ઑઇલથી મસાજ કરીને હસ્તમૈથુન કરવાનું હતું. જોકે મને એનાથી કોઈ ફાયદો ન થયો. મેં જોયું કે મારી વાઇફ સાથે સંબંધ બાંધતી વખતે જલદી સ્ખલન નથી થતું, માત્ર હસ્તમૈથુન વખતે જ થાય છે. મારે હસ્તમૈથુનને વધુ લંબાવવું હોય તો શું કરવું?
 
જવાબ : બહુ સ્વાભાવિક છે કે પૉનોર્ગ્રાફી જોવાને કારણે ઉત્તેજના વધે છે. ઉત્તેજક દૃશ્યોને કારણે લોહીનું ભ્રમણ પણ વધે છે અને એને કારણે ઝડપથી સ્ખલન થઈ જાય એ પણ એટલું જ સ્વાભાવિક છે. તમને કોઈએ ખોટા ભરમાવ્યા છે. સ્ખલન લંબાવવા માટે એવી કોઈ કસરત નથી જે પૉનોર્ગ્રાફી જોતાં-જોતાં કરવી પડે. 
 
તમારે ઉત્તેજના કન્ટ્રોલ કરતાં શીખવાની હોય તો તમે વધુ ઉત્તેજક દૃશ્યો જોઈને એમ કેવી રીતે કરી શકવાના? સમાગમ વખતે તકલીફ નથી થતી એ બતાવે છે કે સમસ્યા હસ્તમૈથુનમાં નહીં, પોનોર્ગ્રાફી જોતાં-જોતાં કરવામાં છે. માટે એ બંધ કરો. જ્યારે હસ્તમૈથુન કરતા હો ત્યારે તમને જેવું લાગે કે હવે ચરમસીમા આવી રહી છે એટલે એની થોડીક ક્ષણો પહેલાં જ હસ્તમૈથુન અટકાવી દેવું. એ પછી થોડીક વાર એમ જ બેસવું અને થોડી ક્ષણો પછી ફરીથી હસ્તમૈથુન આગળ ધપાવવું. જોકે આ પ્રયોગ કરવા માટે સ્ખલન પહેલાંની અવસ્થા બાબતે સભાન થવું જરૂરી છે. મોટા ભાગના પુરુષો આ ક્ષણને યોગ્ય રીતે પારખી નથી શકતા. તમે આ જ પ્રયોગ યુરિન પાસ કરતી વખતે પણ કરી શકો છો. આ કસરતથી પેલ્વિક સ્નાયુઓ પરનો કન્ટ્રોલ વધશે અને તમે સ્ખલનને લંબાવી શકશો.
Source By : gujaratimidday