Sex & Relationship

પત્નીને ફરી સંભોગમાં રુચિ પેદા કરવા શું કરવું?

 સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મારી ઉંમર ૫૬ વર્ષ અને પત્નીની ૫૧ વર્ષ છે. પત્નીને બે વર્ષ પહેલાં મેનોપૉઝ આવી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભાગ્યે જ સમાગમ થાય છે. મને પંદર-વીસ દિવસે કામેચ્છા જાગે છે; પણ હમણાં તો લગભગ ત્રણ-ચાર મહિનાથી સમાગમ થયો નથી, કેમ કે હવે તેને યોનિપ્રવેશ વખતે ખૂબ પીડા થાય છે. બહુ મનાવું તો મુખમૈથુન કરી આપે. વળી હમણાં નવી તકલીફ પેદા થઈ છે હાર્ટની. મને ખૂબ નસકોરાં બોલે છે અને ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અચાનક જ જાગી જવાય છે. એને કારણે હવે સેક્સ્યુઅલ ઍક્ટિવિટી સાવ જ બંધ થઈ ગઈ છે. હસ્તમૈથુન અને હળવી ચેષ્ટાઓ ક્યારેક કરીએ છીએ, પણ સમાગમ કરવા જેટલી ઉત્તેજના નથી આવતી. હાર્ટની તકલીફ હોય ત્યારે સમાગમ કરવામાં કોઈ વાંધો ખરો? મહિનામાં બે-ત્રણ વાર મને સ્વપ્નદોષ થઈ જાય છે. પત્નીને ફરી સંભોગમાં રુચિ પેદા કરાવવા શું કરવું?
 
જવાબ : મેનોપૉઝ પછી કામેચ્છા ન થાય એવું નથી. કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં. એમાં માન્યતાઓ વધુ અસર કરે છે. તમને ઇચ્છા થાય છે અને તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. કદાચ સમાગમને લઈને તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાયટી હોય એવું બની શકે છે. 
 
હાર્ટની શું સમસ્યા છે એ તમે જણાવ્યું નથી. એ માટે કાર્ડિયોલૉજિસ્ટને કન્સલ્ટ કરી લેવા જરૂરી છે. જો સેક્સ્યુઅલ ઍક્ટિવિટી દરમ્યાન હાંફ ચડતી હોય તો સમાગમ ન કરવો જોઈએ. બાકી વાંધો નથી. 
 
ઉત્તેજના માટે સ્પર્શ ખૂબ અસરકારક છે, કેમ કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે અને એને સ્પર્શ કરવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થાય છે. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો ઉત્તેજના ચોક્કસ વધશે. તમે કોપરેલ તેલનો ઉપયોગ પણ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં કરી શકો. ઘણી વાર તેલ લગાવવાથી પણ ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તમારી પત્નીને મેનોપૉઝને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. તેલ લગાવવાથી સંભવ છે કે દુખાવો બિલકુલ નહીં થાય અને યોનિપ્રવેશ સરળ બનશે.
 
Source By : gujaratimidday