Sex & Relationship

વીર્ય યોનિમાં જાય ત્યારે મૉર્નિંગ આફ્ટર પિલ લેવી કેટલી યોગ્ય?

 સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મારી ઉંમર ૪૨ વર્ષ અને મારા હસબન્ડની ૫૧ વર્ષ છે. ઉંમરના તફાવતને કારણે અમને ઘણી વાર સેક્સ્યુઅલ લાઇફમાં અસંતોષ નડે છે. તેમને વારંવાર શીઘ્રસ્ખલન થઈ જતું હોવાથી મોટા ભાગે સમાગમ કરવાનું ટાળે છે. ક્યારેક મને મન થયું હોય ત્યારે શીઘ્રસ્ખલન ન થાય એ માટેની ગોળી લઈને સમાગમ કરે છે. એ વખતે ઉત્તેજના પણ સારી હોય છે અને સમાગમ પણ લાંબો ચાલે છે. મહિનામાં આવું લગભગ પાંચેક વાર થતું હશે. પહેલાં તો હું ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હતી, પણ હવે મેનોપૉઝને કારણે અનિયમિતતા આવી ગઈ હોવાથી એ ગોળીઓ છોડી દીધી છે. મારા હસબન્ડ મોટા ભાગે સ્ખલન બહાર જ કરે છે. ક્યારેક ર્વીય અંદર જતું રહ્યું હશે એવું લાગે ત્યારે મૉર્નિંગ આફટર ગોળી લઈ લઉં છું. મહિનામાં બે વાર આવી ગોળી લેવામાં આવે તો કોઈ વાંધો? અમે બન્ને જે ગોળી લઈએ છીએ એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ ખરી? એ મહિનામાં કેટલી વાર લઈ શકાય?
 
જવાબ : તમારા હસબન્ડ શીઘ્રસ્ખલન માટેની કઈ ગોળી લે છે તમે જણાવ્યું નથી. એ દવા તેમણે ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને લેવાનું શરૂ કર્યું છે કે એમ જ? ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવાનું હિતાવહ છે. જો ડેપોક્સિટિન ગોળી હોય તો એ ૨૪ કલાકમાં એક જ વાર લેવી જોઈએ અને એ પણ જ્યારે સમાગમ કરવો હોય એના એક કલાક પહેલાં. એટલે તમે જો મહિનામાં પાંચ દિવસ સમાગમ કરતા હો તો પાંચેય વાર આ ગોળી લેવામાં આવે તો કોઈ જ વાંધો નથી. 
 
મૉર્નિંગ આફ્ટર પિલ એ ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ છે. તમે પ્રેગ્નન્સી ટાળવા માટે આ ગોળી લો છો એ ઠીક નથી. એને રેગ્યુલર ગોળી તરીકે વાપરવી ન જોઈએ. આ ગોળી હૉમોર્ન સાઇકલને ડિસ્ટર્બ કરનારી છે. ભલે તમને મેનોપૉઝને કારણે માસિકમાં અનિયમિતતા આવી છે; પણ સાવ બંધ નથી થઈ ગયું, બરાબરને? આવા સંજોગોમાં તમે પુલઆઉટ મેથડથી ર્વીય બહાર સ્ખલિત કરતા હો તો પણ ક્યારેક પ્રેગ્નન્સીના ચાન્સિસ સાવ જ મટી જતા નથી. કાં તો તમે પહેલાં જે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ ગોળી લેતા હતા એ લઈ શકો છો અથવા તો કૉન્ડોમનો નિયમિત ઉપયોગ કરી શકો છો. લૅટેક્સનાં કૉન્ડોમ વાપરવાથી માત્ર પ્રેગ્નન્સી જ નહીં, અન્ય ઇન્ફેક્શનથી પણ સુરક્ષા મળશે.
Source By : gujaratimidday