Sex & Relationship

મુખમૈથુન વખતે પતિ મારા મોંમાં જ વીર્યસ્ખલન કરી દે છે, શું કરું?

 અમારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. એક સંતાન છે. મારા હસબન્ડ શોખીન મિજાજના છે

 
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
 
સવાલ : અમારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. એક સંતાન છે. મારા હસબન્ડ શોખીન મિજાજના છે એટલે તેમને સેક્સલાઇફમાં નવા-નવા પ્રયોગો કરવાનું મન થયા કરે છે. હમણાં-હમણાંથી મારા હસબન્ડને ઓરલ સેક્સનો ચસકો લાગ્યો છે. મને શરૂઆતમાં એમ કરવાનું બહુ ગમતું નહોતું, પણ તેમનો આગ્રહ હોય છે કે યોનિપ્રવેશ પહેલાં અમે અરસપરસ મુખમૈથુન કરીએ. એનાથી તેમને ખૂબ આનંદ મળે છે. શરૂઆતમાં મને અજુગતું લાગતું હતું, પણ મુખમૈથુનથી મને સમાગમ કરતાં પણ વધુ આનંદ મળે છે એવું લાગે છે. હું જ્યારે તેમને મુખમૈથુન કરી આપું છું ત્યારે ક્યારેક ર્વીયસ્ખલન પણ મોંમાં જ થઈ જાય છે. એકાદ-બે વાર અનાયાસ એમ થઈ ગયેલું ત્યારે તરત જ થૂંકીને મોં સાફ કરી દીધેલું. છતાં પણ જાણવું છે કે ધારો કે ભૂલથી ર્વીય ગળી જવાય તો કંઈ તકલીફ થાય? આ ક્રિયાથી બન્નેને શારીરિક તકલીફ થવાની કોઈ શક્યતા ખરી? 
 
જવાબ : ઓરલ સેક્સ ભારતમાં ગેરકાનૂની ગણાય છે. જોકે પાર્ટનર પરસ્પરની સંમતિથી એમ કરે તો એમાં કોઈ બાધ ન હોઈ શકે. ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં મુખમૈથુનને કામક્રીડાનું ઉત્તમ વૈવિધ્ય ગણાવ્યું છે. એનાથી કોઈ નુકસાન થવાની શક્યતા નથી. ફોર-પ્લે, પ્લે કે આફ્ટર-પ્લેમાં થતી ક્રિયાઓ બન્ને પાર્ટનરને ગમતી હોય એ વધુ અગત્યનું છે. બન્ને પાર્ટનર એન્જૉય કરી શકે અને એમ કરવામાં ક્ષોભ ન અનુભવે એવી ક્રિયાઓ જ આનંદ આપી શકે છે.
 
તમારી યોનિનું દ્રવ્ય તમારા પતિના મોંમાં જાય કે તમારા પતિનું ર્વીય તમારા મોંમાં જાય તો એનાથી કોઈ નુકસાન નથી થતું. ર્વીય તમારા મોંમાં જવાથી તમારા શરીર પર પણ કોઈ ઇફેક્ટ કે સાઇડ-ઇફેક્ટ થવાની શક્યતા નથી. 
 
ઘણી મહિલાઓને મૈથુન કરતાં મુખમૈથુનથી વધુ ઉત્તેજના અને સંતોષ મળે છે. એ નૉર્મલ છે. હા, ઓરલ સેક્સ કરતા હો તો સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. પહેલાં અને પછી બન્ને વખત જનનાંગોની યોગ્ય સફાઈ કરવી જરૂરી છે. એ ભાગમાં પસીનો અને સફેદ મેલ વગેરેને કારણે વાસ આવતી હોય તો એનાથી પણ મુખમૈથુનની ઇચ્છા મરી જઈ શકે છે. સાદા સાબુ અને સ્વચ્છ પાણીથી એક-બે વાર પ્રાઇવેટ પાર્ટને ધોવામાં આવે તો એ ભાગની સ્વચ્છતા જળવાય છે.
Source By : gujaratimidday