Sex & Relationship

બેડરૂમની બહાર બેટર સેક્સ!

રોજ રોજ એક સરખા વાતાવરણને લીધે સેક્સલાઈફમાં મોનોટોની આવી જાય છે. બેડરૂમની આ મોનોટોનીને તોડવા માટે રૂટીનમાંથી બહાર નીકળવું ક્યારેક જરૂરી થઈ જાય છે. ઘરમાં સેક્સ પછી ઘરની સાફસફાઈ કરવાની બાબત પણ ચીડ ચઢાવે તેવી હોય છે આવામાં હોટેલ રૂમ કે અન્ય સ્થળે પ્રયોગ કરી શકાય.

 
Sex on the beach: બીચ પર સેક્સ જેવી મોકળાશ તમને ક્યાંય નહિ મળે. જોરદાર ફૂંકાઈ રહેલા પવનમાં તમારા પાર્ટનરના વાળ ઉડી રહ્યા હોય અને દરિયાના મોજાં તમારા પગને ગલગલિયાં કરી રહ્યા હોય તેની કલ્પના માત્ર આહ્લાદક છે. ત્યાં તમને ડિસ્ટર્બ કરનારું કોઈ નહિ હોય. બીચ પર જો વાઈન અને ફૂડ પણ મળી જાય તો એ સેક્સથી ચઢિયાતું કંઈ ના હોઈ શકે.
 
Treetop adventure: જ્યોર્જ ઓફ ધી જંગલમાં જ્યોર્જ અને ઉર્સુલાને ઝાડ પર સેક્સ માણતા જોઈને તમને પણ એવો અનુભવ લેવાનું મન ક્યારેક તો થયું જ હશે. આજકાલ ઘરના ગાર્ડનમાં ટ્રી હાઉસ રાખવાનો ટ્રેન્ડ છે તેનો તમે યુઝ કરી શકો છો. આમાં તમને 'ઓન ટોપ' રહેવાની ફીલીંગ આવશે!
 
Sex on wheels: બોલીવૂડ અને હોલીવૂડની ફિલ્મ્સમાં તમે ઘણીવાર અભિનેતાઓને ફોરવ્હીલરમાં સેક્સ માણતા જોયા હશે પણ તેમાં જગ્યા ઓછી પડે તેવું લાગે. પણ તેમ છતાં આ સ્થળ તમારી સેક્સલાઈફને ફરી જગાડી શકે છે. એક વાત ધ્યાન રાખવી કે કારમાં સારું પર્ફ્યૂમ જરૂર રાખવું અને બારીઓ બંધ રાખવી!
 
Sex and the stars: ઝળહળતાં તારા જોવા બધાંને ગમે. રાતે ખુલ્લામાં તારાની રોશની નીરખતા નીરખતા સેક્સ માણવું એ અનોખો અનુભવ છે, ભીડભાડવાળી જગ્યાએથી ભાગી છૂટીને તમે ઘરની છત કે ઘરની બાલ્કનીમાં પણ આ ટ્રાય કરી શકો. ગો વાઈલ્ડ એન્ડ ફ્રી!
 
Frenzy at a friend's place: આમ તો મિત્રના ઘરે સેક્સ માણવાનો વિચાર થોડો અજુગતો લાગે પણ જો મિત્ર પરદેશ રહેતો હોય કે રાતની નોકરી કરતો હોય તો તેના ઘરનો ઉપયોગ કરી શકાય. નવા ઘરનું અલગ વાતાવરણ તમારી સેક્સલાઈફ ફરીથી જીવંત કરી દેશે.
 
સ્થળ બદલાય તો સેક્સનું ડ્યુરેશન 25થી 49 મિનિટ વધી જાય છે. અને એક સર્વેના પરિણામો મુજબ ઘરમાં કરેલા સેક્સ કરતાં હોટેલના રૂમમાં માણેલું સેક્સ વધુ હોટ, વધુ સંતોષકારક હોય છે અને તેનું ડ્યુરેશન પણ લાંબું હોય છે. જો તમારી સેક્સલાઈફમાં મોનોટોની પ્રવેશી ગઈ હોય તો બેડરૂમ સિવાયની આ પાંચ જગ્યાઓ તમારી સુષુપ્ત સેક્સલાઈફને ફરીથી જગાડી શકે છે.
 
Source By : Navgujaratsamay