Sex & Relationship

સમાગમ બાદ મને યોનિમાં ખુબ જ બળતરા અને પીડા થાય છે, શું કરું?

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
 
સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે. હમણાં-હમણાંથી મારા હસબન્ડ બેડમાં ખૂબ જ આક્રમક થઈ જાય છે. એને કારણે તેમને ઝડપથી સ્ખલન થઈ જાય છે. અને મને સમાગમ કરતી વખતે અને પછી ઘર્ષણને કારણે વજાઇનામાં ખૂબ જ બળતરા અને પીડા થાય છે. સમાગમ પછી મને ખંજવાળ પણ ખૂબ આવે છે. ખણી નાખવાથી ઘસરકા પડી જાય અને વધુ બળતરા થાય. બળતરા, ખંજવાળનું એક વિષચક્ર શરૂ થયું છે. સમાગમ દરમ્યાન પીડા ન થાય એ માટે મારા હસબન્ડ ઝાયલોકેન જેલી લાવ્યા છે. યોનિપ્રવેશ કરે એ પહેલાં વજાઇનાની આસપાસ તેમ જ થોડે અંદર સુધી ઝાયલોકેન જેલી લગાવી દઉં છું. જોકે એનાથી એ સમયે બળતરા કે દુખાવો નથી થતો, પણ સમાગમ પત્યા પછીની સવારે બળતરા મહેસૂસ થાય છે. આ જેલીને કારણે મારા હસબન્ડનું સ્ખલન વહેલું થતું અટક્યું છે, પણ મારી બળતરા અને પીડાની સમસ્યા જેમની તેમ જ છે. 
 
જવાબ : તમારી ઉંમર અને લક્ષણો જતાં સમસ્યા ડ્રાયનેસની હોય એવું લાગે છે. યોનિમાર્ગમાં પૂરતી ચીકાશ ન હોય ત્યારે ઇન્ટરકોર્સ પેઇનફુલ થાય છે. સૌથી પહેલાં તો કુદરતી રીતે લુબ્રિકેશન વધે એવા પ્રયત્ન કરવા જોઈએ. તમે જે જેલી વાપરો છો એ સંવેદના અટકાવી દે છે, લુબ્રિકેશન વધારતી નથી. કુદરતી રીતે લુબ્રિકેશન વધારવા માટે ફોરપ્લેમાં પૂરતો સમય ફાળવવામાં આવે એ જરૂરી છે. પતિના આક્રમક સ્વભાવને કારણે કદાચ તેઓ સંવનનના ગાળાને બદલે ડાયરેક્ટ પેનિટ્રેશન કરવાનો પ્રયત્ન કરતા હશે. માટે સહેજ નજાકત વાપરીને ફોરપ્લેમાં રોમૅન્ટિક સમય ગાળશો તો વજાઇનામાંથી સમાગમ માટે જરૂરી લુબ્રિકેશન ઝરશે. જો એ પ્રયોગ છતાં ડ્રાયનેસ રહેતી હોય તો કૃત્રિમ લુબ્રિકેશન વાપરવું જોઈએ, ઍનેસ્થેટિક જેલી નહીં. 
 
ઝાયલોકેન જેલી એ લોકલ ઍનેસ્થેસિયાની જેમ એ ભાગની સંવેદના થોડા સમય માટે બંધ કરી દે છે. સંવેદના ઘટે એટલે કદાચ ઉત્તેજના લાંબો સમય સુધી ટકે, પણ એટલું પ્લેઝર ફીલ ન થાય. એને બદલે તમે ડ્રાયનેસ દૂર કરવા માટે સાદું કોપરેલ તેલ અથવા તો કેવાય જેલી વાપરો. એનાથી ડ્રાયનેસ દૂર થઈને ઘર્ષણ અટકશે એટલે સમાગમ પછીની બળતરા પણ નહીં થાય.
 

 

Source By : gujaratimidday