Sex & Relationship

મારી નાઈટશિફ્ટ જોબના કારણે પત્ની સેક્સમાં અસંતુષ્ટ રહે છે, શું કરવું?

 સેક્સ-સંવાદ -  ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે અને લગ્નને જસ્ટ સવા વર્ષ થયું છે. મારું કામ બદલાતી શિફ્ટનું છે. મોટા ભાગે નાઇટશિફ્ટ અથવા તો ઈવનિંગ શિફ્ટમાં કામ હોય છે. ઈવનિંગ શિફ્ટમાં પણ હું રાતે ઘરે આવું ત્યારે તે સૂતી હોય છે એટલે માત્ર રજા હોય ત્યારે એટલે કે અઠવાડિયે એક જ વાર થોડીક મોકળાશ મળે. મારી વાઇફનું કહેવું છે કે તેને મોટા ભાગે મારાથી અસંતોષ જ રહી જાય છે. સમસ્યા એ થાય છે કે જ્યારે તેને ઇચ્છા થઈ હોય છે ત્યારે હું કામ પર ગયો હોઉં છું અને જ્યારે હું ઘરે હોઉં છું ત્યારે તેને ઇચ્છા નથી હોતી. ઇચ્છા વગરનો સમાગમ કરવાથી તેને કંટાળો અને અણગમો થાય છે. એટલે કારણ વિના આર્ગ્યુમેન્ટ્સ કરે છે અને પછી પડખું ફેરવીને સૂઈ જાય છે. લગ્ન પછીનો રૉમેન્સ જાણે અમારી લાઇફમાં છે જ નહીં. વાઇફને બધી જ રીતે સંતુષ્ટ કરવા માટે શું કરવું?
 
જવાબ : નવપરિણીત યુગલને એકમેક સાથે વધુ સમય ગાળવાનું મન થતું હોય છે. તમારી પત્નીની ઇચ્છા એ રીતે ખોટી નથી. તમારી શિફ્ટવાળી નોકરીને કારણે અત્યારે તમારી પાસે બે જ ઑપ્શન છે : કાં તો તમારી શિફ્ટ ચેન્જ થાય એવી નોકરી શોધો અથવા તો પછી આ જ શિફ્ટમાં કઈ રીતે પત્નીને વધુ સમય આપી શકાય એ વિચારો. નાઇટશિફ્ટ માત્ર તમારી સેક્સલાઇફ માટે જ નહીં, તમારા ઓવરઑલ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે એટલે બને તો એ ચેન્જ કરીને હેલ્ધી રૂટીન કેળવવાની કોશિશ કરવી. એમ છતાં જો નજીકના ભવિષ્યમાં એ શક્ય ન હોય તો તમારે સેક્સલાઇફમાં વેરિયેશન લાવવાની કોશિશ કરવી. 
 
પત્ની સાથે માત્ર રાતના અંધારામાં જ સમય ગાળી શકાય એવી માન્યતા તોડો. દિવસે કે બપોરે પણ તમે પત્ની સાથે એકાંત શોધીને રિલૅક્સ ટાઇમ ગાળી શકો છો. અઠવાડિયે એક દિવસને બદલે વીક-એન્ડમાં બે દિવસ માટે ક્યાંક બહાર મુંબઈથી દૂર ફરવા જાઓ જેથી તમે ક્વૉલિટી ટાઇમ પત્નીને આપી શકો. કેવી ચેષ્ટાઓ તેને ખૂબ ગમે છે અથવા નથી ગમતી એ તેને જ પૂછી જુઓ. એક્સ્પ્લોર કરતા રહેવાથી સંબંધમાં પણ તાજગી રહેશે અને પરસ્પરની ઘનિષ્ઠતા પણ વધશે. 
 
સેક્સની બાબતમાં નિર્ધારિત શેડ્યુલને નહીં પણ પરસ્પરની મનની ઇચ્છાને અનુસરશો તો મૂડ ઑફ થવાની શક્યતાઓ ઘટી જશે.
 
Source By : gujaratimidday