Sex & Relationship

For Girls: શું તમે નિપ્પલ વિશે આટલું જાણો છો?

સ્ત્રીઓ પોતાના શરીરની કાળજી રાખવા માટે વિવિધ પેંતરા કરે છે, પછી તે સ્કીનને રિલેડેટ હોય કે ડાયટ જેવી બાબતની તેઓ કાળજી તો રાખે જ છે. સ્ત્રી પોતાના શરીરનું વારંવાર નિરિક્ષણ પણ કરતી રહે છે તેમ છતા નીપ્પલ વિશેની આ બાબતોથી ચોક્કસ અજાણ હશે.

 
નિપ્પલ વચ્ચે તફાવતઃ ભલે તમારી બન્ને નિપ્પલ એક જેવી દેખાતી હોય પણ તે ખરેખર એક જેવી નથી હોતી. ક્યારેક બન્ને નિપ્પલ વચ્ચે રંગનો તો ક્યારેક સાઈઝનો ફરક હોય છે.
 
નિપ્પલગેઝમઃ ઓર્ગેઝમની જેમ સેક્સમાં નિપ્પલગેઝમ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. નિપ્પલગેઝમ માટે તમારી નિપ્પલ સેન્સેટિવ હોવી જોઈએ અને તમારો પાર્ટનર પણ તે અંગેની ટેક્નિક્સ જાણતો હોય તે મહત્વનું છે.
 
સંકોચાયેલા નિપ્પલઃ નિપ્પલ સંકોચાયેલા હોય તે સામાન્ય બાબત છે, પણ જરૂરિયાત સમયે તે ઉત્તેજિત થઈ જાય છે, નિપ્પલનું કામ પૂરું થઈ જાય પછી તે તેની મેળે તેની મૂળ સ્થિતમાં આવી જાય છે.
 
ડાર્ક નિપ્પલઃ એ વાત સ્પષ્ટ છે કે નિપ્પલ ડાર્ક હોય તો તે તમારા પાર્ટનરને આકર્ષિત કરે છે. ઘણી જગ્યાઓ તો એવી છે જ્યાં ગર્લ પોતાના પાર્ટનરને ઉત્તેજિત બનાવવા માટે નિપ્પલને ડાઈ પણ કરાવે છે.
 
નિપ્પલનો રંગ બદલાવોઃ બ્રેસ્ટ કેન્સરનું પણ એક લક્ષણ છે જેમાં નિપ્પલનો રંગ બદલાય છે. જો આવું બને તો તુરંત જ ઓન્કોલોજિસ્ટને મળવું જોઈએ.
 
નિપ્પલની સેન્સેટિવિટીઃ જો તમે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સ કરાવો છો તો સમજી લેજો તમારા નિપ્પલનું સેન્સેશન તમે ગુવી દેશો. બ્રેસ્ટ ઈમ્પિલિમેન્ટમાં બ્રેસ્ટ જેટલા મોટા થાય તેટલી સેન્સેટિવિટી ગુમાવી પડે છે.
 
નિપ્પલ વીંધાવુંઃ બ્રસ્ટ ઈમ્પલિમેન્ટનો રૂલ અહીં પણ લાગુ પડે છે. નિપ્પલ વીંધાવાથી મોટાભાગે સેન્સેટિવિટી ગુમાવી દે છે. અને મોટાભાગના કેસમાં નિપ્પલ વીંધવામાં આવે તો તે જગ્યા પર રૂઝ આવતા લગભગ 6થી 8 મહિનાનો સમય લાગે છે.
 
કાન અને નિપ્પલનું કનેક્શનઃ બાયોલોજિકલી કાનની બે બૂટ વચ્ચે જેટલું અંતર હોય છે તેટલું જ અંતર બે નિપ્પલ વચ્ચે હોય છે. આશ્ચર્ય થયું ને? વિશ્વાસ ન આવતો હોય તો માપી જુઓ.
 
પુરુષ અને સ્ત્રી બન્ને નિપ્પલ હોય છેઃ પુરુષ અને સ્ત્રી બન્નેને નિપ્પલ હોય છે તેની પાછળનું કારણ એ જ છે કે, ગર્ભમાં બાળકનું લિંગ નક્કી થાય તેના પહેલા નિપ્પલ બની જતા હોય છે.
 
Source By : Navgujaratsamay