Sex & Relationship

બહેનપણી સાથે ઈન્ટિમેટ ચેષ્ટાઓ કર્યા બાદ પતિ સાથે સેક્સ કરવામાં તકલીફ પડે છે, શું આ નોર્મલ છે?

 સેક્સ-સંવાદ -  ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. પરિણીત છું અને વર્કિંગ છું. હસબન્ડ સાથે ખુશ છું, પરંતુ એક બહેનપણી સાથે પણ સજાતીય સંબંધો ક્યારેક રાખું છું. આ પહેલાં પણ ટીનેજમાં મારે કેટલીક બહેનપણીઓ હતી જેની સાથે અમે ઇન્ટિમેટ ચેષ્ટાઓ કરતાં. એ વખતે ખબર નહોતી કે આ લેસ્બિયન સંબંધો છે. યુવાનીમાં વિજાતીય પ્રેમ પણ થયો અને લગ્ન કર્યા. શરૂઆતમાં લાગતું હતું કે કદાચ લગ્નજીવન થાળે પડશે પછી પેલી લેસ્બિયનવાળી ઇચ્છાઓ જતી રહેશે. જોકે એમ ન થયું. લગ્ન કર્યા અને જૂની બહેનપણી સાથે ફરીથી મળવાનું શરૂ કર્યું. અલબત્ત, અમે બન્ને એટલાં ફૉર્વર્ડ તો નથી કે સેક્સ-ટૉય્ઝ લાવીને વાપરી શકીએ. એટલે ઘરમાં જ હાથવગી ચીજો હોય એ જ ઇન્સર્ટ કરીને એકબીજા સાથે આનંદ માણી લઈએ છીએ. એકબીજાને હર્ટ ન થાય એનું ધ્યાન રાખીએ છીએ, પણ ક્યારેક એ પછી વજાઇનાનો ભાગ ખૂબ સેન્સિટિવ થઈ જાય છે અને સારું થતાં એક-બે દિવસ થાય છે. એ પછી પતિ સાથે સમાગમ કરવામાંય તકલીફ પડે છે. શું આ નૉર્મલ છે?
 
જવાબ : કોઈ વ્યક્તિ બાયસેક્સ્યુઅલ પ્રેફરન્સ ધરાવતી હોય અને સજાતીય, વિજાતીય બન્ને પ્રકારના સંબંધો રાખવા ઇચ્છતી હોય તો એમાં કશું ખોટું નથી. જોકે આ બાબત શક્ય હોય તો પાર્ટનર્સને જાણ હોય તો વધુ સારું. બીજું, એક કરતાં વધુ વ્યક્તિઓ સાથેના સંબંધો હોય ત્યારે પ્રત્યેકની વફાદારી કેટલી છે એ પણ જોઈ લેવું જોઈએ. નહીંતર ક્યારેક મલ્ટિપલ પાર્ટનર્સને કારણે જાતીય સંસર્ગને લગતી સમસ્યાઓ ઓચિંતી આવી પડે અને પછી મુશ્કેલીમાં મુકાવું પડે એવું ન થાય. 
 
સૌથી અગત્યની વાત એ કે સજાતીય સંબંધ દરમ્યાન કોઈ પણ હાથવગી ચીજોને વજાઇનામાં નાખવી યોગ્ય નથી. ધારદાર અથવા તો અસ્વચ્છ ચીજો અંદર નાખવાથી ઇન્ફેક્શન થવાની શક્યતા વધે છે. એમાંય એક વ્યક્તિએ વાપરેલી ચીજ બીજી વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં નાખવી એ પણ ઠીક નથી. તમને જે સેન્સિટિવિટી મહેસૂસ થાય છે એ બાબતે આંખ આડા કાન કરવા ઠીક નથી. ધારદાર ચીજોને કારણે અંદરની લાઇનિંગમાં ઘર્ષણ થતું હોઈ શકે છે. સ્વચ્છ, સ્ટરિલાઇઝ્ડ અને સેપરેટ સેક્સ-ટૉય્ઝ વાપરવાં બન્નેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
Source By : gujaratimidday