Sex & Relationship

સેક્સ્યુઅલ સંબંધમાં મીઠાશ લાવવા આટલું કરો

 એકબીજાને સ્વિકારો: વિચારો બદલાતા હોય છે પણ આપણાં દેશમાં હજી પણ મોટાભાગના મેરિડ મેલ્સ પોતાની વાઈફ જો જોબ કરતી હોય તો તેઓ આ હકિકતને સ્વિકારી નથી શકતા. તેઓ પોતાની વાઈફને એ રિસ્પેક્ટ નથી આપી શકતાં જેની મહિલાઓને અપેક્ષા હોય છે. ઘણીવાર મહિલાઓ પણ પોતે જોબ કરી રહી છે એટલે પોતાના પતિ પર આર્થિક રીતે આધારિત નથી તેવું વિચારે છે અને આ માટે પોતાના જીવન પર કોઈનો પણ અધિકાર નથી તેવું માનવા માંડે છે. આવી બાબતોને કારણે જ પતિ-પત્ની વચ્ચે ઘર્ષણ શરુ થઈ જાય છે અને સંબંધોમાં કડવાશ ફેલાતી રહે છે. અંતે આ પ્રોબ્લેમ તમારી સેક્સલાઈફ પર પણ નેગેટિવ અસર પાડે છે. સેક્સ્યુઅલ ટોનિક: એકબીજાને સમજવા માટે પોતાને બીજાની પરિસ્થિતિમાં મૂકીને જુઓ. અને ત્યારબાદ તમે શું અનુભવો છો તેને સમજવાની ટ્રાય કરો. તમને સામેના પાત્ર પાસેથી જે અપેક્ષાઓ હોય તેવી જ અપેક્ષાઓ તેની પણ તમારી પાસેથી હશે તે સમજો અને તેના પર પગલાં લો.

 
એકબીજાને સ્પેસ આપો: એકબીજા પ્રત્યેની નિકટતા જો માત્ર શારીરિક જ હશે તો એક સમયે આ આકર્ષણ ઓછું થશે અને તમારા સંબંધો તૂ઼ડી જશે. હેલ્ધી સેક્સ્યુઅલ રિલેશન્સ માટે તમારા પાર્ટનર સાથેના તમારા સંબંધો વૈચારિક અને લાગણીનાં સંબંધ હોય એ જરૂરી છે. જો લાગણીનાં સબંધો નહીં હોય તો તમારા સેક્સ્યુઅલ રિલેશન્સ તૂટતાં વાર નહીં લાગે. સેક્સ્યુઅલ ટોનિક: તમારા પાર્ટનરની સાથે માત્ર સેક્સ માટે સમય ના વિતાવો. અમસ્તો પણ તેને સમય આપો અને તેની સાથે રહીને તેને શું ગમે છે અને શું નથી ગમતું તેની મેળવો. પણ તેની સાથે એકબીજાને થોડી મોકળાશ આપશો તો તમારી સેક્સલાઈફ હેલ્ધી રહેશે
 
મદદ માગો, ખચકાશો નહીં: અગાઉ સંયુક્ત પરિવારો હતાં જ્યારે આજે માઈક્રો ફેમિલીઝ છે. જોઈન્ટ ફેમિલીઝમાં ઘરનાં વડિલો પરિવારના નાની ઉંમરના મેમ્બર્સના લગ્નજીવનની સમસ્યાઓનો ઉકેલ લાવતા, તેમને વિવિધ સોલ્યુશન્સ આપતાં. પણ હવે પતિ-પત્ની પાસે પોતાની વાત કહેવા માટે એકબીજા સિવાય કોઈ હોતું નથી. આવામાં ઘણીવાર તો નાના-મોટાં ઝઘડાઓને લઈને કડવાશ આવી જતી હોય છે જે અંતે તમારી સેક્સલાઈફને ખતમ કરી દે છે. સેક્સ્યુઅલ ટોનિક: જો તમને એવું લાગતું હોય કે તમે સંબંધો નિભાવી શકતાં નથી અને તમને પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે તો ઘરના વડિલો, મિત્રો કે કોઈ સારા કાઉન્સેલરની મદદ લેવામાં બિલકુલ ખચકાશો નહીં. તેમની સાચી સલાહથી તમારા સંબંધોમાં ફરીથી વોર્મનેસ આવશે.
 
એકબીજા પર ભરોસો રાખો: મારી પાસે એવા અનેક કપલ્સ આવ્યાં છે જેમની સેક્સલાઈફ એકબીજા પર ભરોસો ન હોવાને કારણે ખતમ થઈ ગઈ હોય. જો તમે તમારા પાર્ટનર પર ભરોસો જ ના કરી શકતાં હોવ તો તમારા સંબંધો અને તમારી સેક્સલાઈફ બંને ખતરામાં આવી પડશે. સેક્સયુઅલ ટોનિક: એકબીજા સાથે વાતચીત કરો. જો તમારા પાર્ટનરને તમારી કોઈ વર્તણૂકથી તમારાપર ભરોસો ઓછો થઈ રહ્યો હોય તો તેને એ અંગે પૂછી લો. તેમના વિશે તુક્કાં લડાવવાથી માત્ર તમારી શંકા વધશે. તેનો કોઈ ઉકેલ નહીં મળે. એકબીજા સાથે પ્રમાણિકતા દાખવશો તો જ ભરોસો વધશે. આના કારણે તમારી સેક્સલાઈફ પોઝિટિવ બનશે અને તમે એક્ટિવલી લાઈફ અન્જોય કરી શકશો.
 
લક્ષ્મણરેખા દોરો: મોડર્ન જમાનામાં બધાં પોતપોતાના કામમાં બિઝી છે. કોઈ ઓફિસના કામમાં બિઝી છે તો કોઈ ઘરના કામકાજમાં તો કોઈ વળી સોશિયલ નેટવર્કિંગમાં બિઝી છે. આમાંને આમાં દિવસના મોટાભાગનો સમય ક્યાં વિતી જાય છે તેની ખબર નથી પડતી. જો કપલ્સમાં આવો પ્રોબ્લેમ લાંબો સમય સુધી રહે અને તેઓ એકબીજા માટે સતત સમય ન ફાળવી શકાય તો સેક્સલાઈફ ધીમે ધીમે ખતમ થતી જાય છે. સેક્સ્યુઅલ ટોનિક: આખો દિવસ કામમાં કે સોશિયલ નેટવર્કિંગમાં ગાળો પણ રાતના ૧૦ વાગ્યાથી આ પ્રવૃત્તિ બંધ કરીને માત્ર તમારા પાર્ટનરને સમય ફાળવો. તેનાથી તમારી સેક્સલાઈફ હંમેશાં યુવાન રહેશે.
 
Source By : Navgujaratsamay