Sex & Relationship

સેક્સ દરમિયાન કોન્ડોમ મારી યોનિમાં ફસાઈ ગયેલું, આવું કેમ?

 સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 
સવાલ : મારી ઉંમર ૨૧ વર્ષ છે. મારે એક બૉયફ્રેન્ડ છે જેની સાથે હું ફિઝિકલી ઍક્ટિવ છું. અત્યાર સુધી અમે ઘણો કન્ટ્રોલ રાખ્યો હતો, પરંતુ થોડાક દિવસ પહેલાં એકાંતમાં મળ્યાં ત્યારે સંયમ ગુમાવી બેઠાં. એ વખતે કોઈ પ્રોટેક્ટિવ સાધન ન હોવાથી ફિયાન્સેએ ઇજેક્યુલેશન બહારની તરફ કરેલું. એ વખતે અમને ઘણું ટેન્શન થઈ ગયેલું. જોકે એ પછી રેગ્યુલર પિરિયડ્સ આવી ગયા અને રિલૅક્સ થઈ ગયા. બીજી વખત અમે કૉન્ડોમ વાપરેલું. આ અમારો બન્નેનો પહેલો અનુભવ છે એટલે બહુ મૂંઝવણો થતી હતી. મૂવમેન્ટ દરમ્યાન કૉન્ડોમ સરકી ગયું હશે એટલે વીર્ય ભરેલું કૉન્ડોમ મારી વજાઇનલ કેવિટીમાં ભરાઈ ગયું. ઇન્ટરકોર્સમાં અધવચ્ચે જ ઊંડે હાથ નાખીને કૉન્ડોમ બહાર કાઢવું પડેલું. બીજા કૉન્ડોમમાં પણ એવું જ થયું. જોકે એ વખતે ઇજેક્યુલેશન થઈ ગયું હતું. આવું કેમ થયું? શું કૉન્ડોમની સાઇઝ મોટી હશે? પ્રૉપર સાઇઝ માટે શું કરવું?
 
જવાબ : સૌથી પહેલાં તો તમને એ કહીશ કે લગ્ન પહેલાં અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી હોય તો કૉન્ડોમ વિના સમાગમ કરવાનું જોખમ ન લેવું. ભલે વીર્યસ્ખલન બહાર કરતા હો, પણ ક્યારેક વીર્યનું એકાદ ટીપું અંદર પડી જાય તો સમસ્યા સર્જાઈ શકે છે.કૉન્ડોમ સરકી પડવાનું કારણ એની સાઇઝ નહીં પણ બરાબર પહેરાયું ન હોય એ છે. બજારમાં મળતાં મોટા ભાગનાં કૉન્ડોમ્સ એકદમ ફ્લેક્સિબલ હોય છે. ઇન્દ્રિય બરાબર ઉત્તેજિત થઈ જાય એ પછી જ એ પહેરવું જોઈએ. પેનિસની ટિપ પરથી ઉપર તરફ કૉન્ડોમને અનરોલ કરતા જવું. છેક પેનિસના મૂળ સુધી અનરોલ કરીને લઈ જવામાં ન આવે તો ક્યારેક આગળ-પાછળની મૂવમેન્ટ દરમ્યાન કૉન્ડોમ સરકી જઈ શકે છે. બીજું, એક વાર પેનિસ પર ચડાવીને કાઢેલું કૉન્ડોમ ફરી વાપરવું નહીં.
 
ધારો કે કૉન્ડોમ સરકીને બહાર નીકળી જાય અથવા તો યોનિમાર્ગમાં ફસાઈ જાય તો એવા સમયે વીર્ય અંદર જતું રહે એવી શક્યતા રહે છે. જો તમને જરા પણ શંકા હોય કે વીર્ય યોનિમાર્ગમાં ગયું હશે તો આવા સંજોગોમાં ઇમર્જન્સી કૉન્ટ્રસેપ્ટિવ પિલ લઈ લેવી હિતાવહ છે.
 
Source By : Divya Bhaskar