Sex & Relationship

ફર્સ્ટ ટાઈમ સેક્સ વખતે ગર્લના મનમાં આ 10 ડર હોય

જો તમારી પાર્ટનર પહેલી વખત સેક્સ કરી રહી હોય તો તેના મનમાં કેટલીક વાતો ચાલી રહી હોય છે. ક્લિક કરીને જાણો કે કયા 10 ડર તેને સતાવતા હોય છે, અને આ સમયે તમે તેને અહેસાસ અપાવશો કે તમે તની સાથે છો અને કશું ખોટું ન થઈ શકે...

 
જો મને પેઈન સહન નઈ થાય તો?: કેટલાક ખરાબ અનુભવો અંગે જાણીને આ ડર વધી જતો હોય છે.
 
ખબર નહીં કેટલું બ્લીડિંગ થશે?... વધારે બ્લીડિંગ થયું તો..?: આ ડર ગર્લ ફર્સ્ટ ટાઈમ સેક્સ કરે ત્યારે તેને ખૂબ સતાવતો હોય છે. અને જે ગર્લ લોહી જોઈ નથી શકતી તેને આ વાતથી વધુ ડર લાગે છે.
 
જો હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ તો?: સેફ સેક્સના બધા રસ્તા ખબર હોવા છતાં ગર્લના મનમાં આ ડર હોય જ છે, પછી તે પહેલી વખત હોય કે વારંવાર...
 
હું સેક્સ કરી શકીશ કે નહીં?.. જો ન કરી શકી તો શું કરીશ?: સમયની સાથે સાથે બધા ડર ઓછા થઈ જતા હોય છે, પણ જે ગર્લ ફર્સ્ટ ટાઈમ સેક્સને લઈને અન્ય કારણોથી ડરેલી હોય છે તેમા આ ડર પણ હોવાની સંભાવનાઓ છે.
 
બોયફ્રેન્ડે છોડી દીધી તો?: કેટલીક ગર્લ તો આ કારણોને લઈને ઈચ્છા ન હોય તો પણ સેક્સ કરી લેતી હોય છે, અને જો તમારી પાર્ટનરને આવો ડર હશે તો પછી તે સેક્સનો પુરો આનંદ નહીં ઉઠાવી શકે જેની અસર તમારા પર પણ પડી શકે છે.
 
જો મારું પર્ફોર્મન્સ સારું ન રહ્યું તો?: સામાન્ય રીતે આ ડર પુરુષોમાં વધુ હોય છે, અને તેની પાછળનું એ પણ કારણ છે કે તેઓ સેક્સ પછી વાત કરવામાં સંકોચ અનુભવે છે. પણ આ ડર સ્ત્રીઓમાં પણ હોય છે. હા પણ તેઓ સરળતાથી તેને છૂપાવી લે છે.
 
જો લોકોને ખબર પડી તો મારા વિશે શું વિચાશે?: આપણે જે પ્રકારની સોસાયટીમાં રહીએ છીએ ત્યાં માત્ર ગર્લ્સ નહીં પણ બોય્સના મનમાં પણ આ પ્રકારનો ડર રહેલો હોય છે.
 
મને કોઈ બીમારી થઈ ગઈ તો?: જર્મોફોબિક લોકો કોઈની સાથે હાથ મિલાવવામાં પણ ડર અનુભવે છે કે ક્યાંક કોઈ રોગ લાગુ ન પડી જાય.. આજ રીતે સેક્સ અંગે પણ તેઓ આવું કંઈક વિચારતા હોય છે.
 
ક્યાંક હું એસેક્શ્યુઅલ તો નથી ને?: કેટલાક લોકો સેક્સ એટલા માટે નથી કરવા માંગતા કારણ કે તેમને ઉત્તેજના જ નથી થતી. પણ જો આવું હોય તો પણ તેમાં કંઈ ખોટું નથી
 
સેક્સથી નહીં પેનિટ્રેશનથી ડર લાગે છેઃ વેજનિજ્મસ એ સિચ્યુએશન છે જેમાં સ્ત્રીઓને કોઈ પણ પ્રકારના પેનિટ્રેશનથી ડર લાગે છે, પછી તે ટેન્પોર્ન હોય, મેસ્ટ્રુએશન કપ્સ હોય કે પછી હસ્તમૈથુન જ કેમ ન હોય.
 
Source By : Navgujaratsamay