Sex & Relationship

ફીમેલ ઓર્ગેઝમ: કલ્પના અને હકીકત

 તમે લગભગ જાણતા હશો કે, ઓર્ગેઝમ શરીરના સ્નાયુઓના સંકોચનને કારણે અનુભવાય છે. જેમાં બ્લડ પ્રેશરમાં થતો વધારો પણ કારણભૂત છે. મહિલાઓને થતાં ઓર્ગેઝમના અનુભવ અંગે પુસ્તકો, ઓનલાઈન રિવ્યૂથી લઈને ઘણી જગ્યાએ આપે ઘણું સાંભળ્યું હશે. જોકે, તે અંગે હજુય મોટાભાગના પુરુષોમાં અસમંજસ અસ્તિત્વ ધરાવે છે. ચાલો, આજે જાણીએ શું છે ઓર્ગેઝમ અને તેની સાથે જોડાયેલા તથ્યો કયા છે. આ અંગે માહિતી આપી રહ્યા છે ડૉ. એ. ચક્રવર્તી જેઓ જાણીતા સેક્સોલોજીસ્ટ છે.

માન્યતા: મહિલાઓ માત્ર સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સથી જ ઓર્ગેઝમ પામી શકે છે
 
હકીકત: ત્રણમાંથી એક મહિલા રેગ્યુલર બેઝ પર સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ દરમિયાન ઓર્ગેઝમનો અનુભવ કરી શકે છે. કેટલીક મહિલાઓને તેના માટે થોડી વધુ ઉત્તેજક હરકતોની જરૂર પડે છે. હાલમાં થયેલા અભ્યાસ અનુસાર, ઓર્ગેઝમ સેક્સયુઅલ ક્લાઈમેક્સ છે પછી તે ભલે ગમે તે રીતે મેળવવામાં આવ્યું હોય. મહિલા ઓર્ગેઝમનો અનુભવ કઈ રીતે કરે છે તેને તેની માનસિક સ્થિતિ કે ઈમોશનલ મેચ્યોરિટી સાથે કોઈ લેવા-દેવા નથી.
માન્યતા: ઓર્ગેઝમ સુધી ન પહોંચનારી મહિલા કે પછી તેના પાર્ટનરમાં કોઈ ખામી હોય છે
 
હકીકત: ભૂતકાળમાં ઓર્ગેઝમ સુધી પહોંચતી હોય પરંતુ, હાલના સમયમાં તેનો અનુભવ ન કરી શકતી મહિલા શક્ય છે કે કોઈ મેડિકલ ઈશ્યૂ ધરાવતી હોય કે પછી તેની કોઈ ટ્રીટમેન્ટ તાજેતરમાં જ પુરી થઈ હોય. તેનો ક્યારેય અનુભવ ન કરનારી મહિલા કદાય તેના વિશે અજાણ હોય અને તેના સુધી કઈ રીતે પહોંચવું તે ન જાણતી ન હોય તે શક્ય છે.
માન્યતા: ક્લિટરિસ કે પછી જી-સ્પોટને પાંચ મિનિટ સુધી ઉત્તેજીત કરાય તો ઓર્ગેઝમ સુધી પહોંચી શકાય, પછી તેના કોઈ ચાન્સ નથી.
 
હકીકત: લવ મેકિંગના અનેક રસ્તા હોઈ શકે જેનાથી સ્ત્રી સેક્સ્યુઅલ ક્લાઈમેક્સ સુધી પહોંચી શકે છે. જોકે, છેવટે તેનો સમગ્ર આધાર મહિલાના પોતાના પર છે. ઈન્ટરકોર્સ દરમિયાન બંને પાર્ટનર વચ્ચે થતી વાતચીત પણ અગત્યનો ભાગ ભજવે છે. પાર્ટનર સાથે વાત કરવી તેનો આધાર મહિલા પર પણ રહેલો છે.
માન્યતા: ઓર્ગેઝમ વારસાગત કે જીન્સ પર પણ આધારિત હોય છે.
 
હકીકત: ઓર્ગેઝમની ફ્રિકવન્સીનો થોડો આધાર વારસાગત પણ હોય છે. જોકે, આ કારણ ત્રીજાભાગની મહિલા પર જ લાગુ પડે છે.
 
Source By : Navgujaratsamay