Sex & Relationship

મારી પત્ની બાળક જાગી જવાની બીકે ઝટપટ સેક્સ પતાવી દે છે, શું કરું?

 સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

 
સવાલ : લગ્નને સાત વર્ષ થયાં છે. પહેલાં બાળક રહેતું નહોતું એની ચિંતા રહેતી હતી. હવે છ મહિના પહેલાં જ પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે. જોકે હવે બાળકના આવ્યા પછી પણ અમારી સેક્સલાઇફ ઠેકાણે નથી પડી. મહિનામાં માંડ ત્રણેક વાર સમાગમ કરીએ છીએ. પહેલાં તો માત્ર બાળક રહેશે કે નહીં એની ચિંતા હતી, પણ હવે ઘરમાં પણ રોજબરોજની રામાયણ ચાલતી હોય છે એટલે ખાસ રોમૅન્ટિક વાતો નથી થતી. એમાં પણ કોઈ જ એક્સાઇટમેન્ટ નથી હોતું. પર્સનલી કહું તો મને ઉત્તેજના કે સખ્તાઈ આવવામાં ખાસ વાંધો નથી આવ્યો, પત્ની પણ સહકાર આપે છે. એમ જોવા જઈએ તો બધું જ બરાબર છે. બાળક નાનું હોવાથી ગમે ત્યારે જાગી જવાની ચિંતા રહેતી હોવાથી જ્યારે પણ અમે સમાગમ કરીએ ત્યારે વાઇફને બધું ઝટપટ પતાવવું હોય છે. અઠવાડિયે એક દિવસ નક્કી કયોર્ છે. એ રૂટીન મુજબ સમાગમ થાય છે, પણ પહેલાં જેવો ચાર્મ રહ્યો નથી. 
 
જવાબ : સમાગમ કરવો એટલે ફિઝિકલી એક થવું એટલો જ માત્ર સીમિત અર્થ ન કાઢવો જોઈએ. સેક્સલાઇફમાં સાહચર્ય પણ ખૂબ અગત્યનું છે. બાળક નાનું છે ત્યારે બને કે કદાચ સમાગમ માટેની મોકળાશ ઓછી મળે, પણ જ્યારે બાળક સાથે હોય ત્યારે પણ રોમૅન્સ કરતાં તમને કોઈ રોકી શકે નહીં. રોમૅન્સ કરવાની કોઈ ઉંમર કે સીઝન નથી હોતી. એ માટે માત્ર હળવા થવું જરૂરી છે. માત્ર સ્પર્શ કે સૉફ્ટ અને રોમૅન્ટિક વાતોથી અનેકગણું નાવીન્ય ઉમેરાય છે. ફોર-પ્લે અને આફ્ટર-પ્લેમાં વધુ સમય ગાળીને તમે આખી પ્રક્રિયાને વધુ સ્પાઇસી બનાવી શકો છો. 
 
સેક્સને જ્યારે એક મેકૅનિકલ પ્રક્રિયાની જેમ ફટાફટ પતાવી દેવામાં આવે ત્યારે એમાં કંટાળો આવે એ સ્વાભાવિક છે. જો સતત વષોર્ સુધી એમ જ કરવામાં આવે તો એ આનંદની ક્રિયા નહીં, બોરિંગ કામ બની જાય. મૉનૉટોની દૂર કરવા માટે તમે સેક્સ-પોઝિશન્સમાં નાવીન્ય લાવી શકો છો. પત્ની એકલી બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત રહે એને બદલે તેને થોડીક મદદ કરો. પત્ની ઓછી થાકશે તો ફ્રેશ રહેશે અને તમને રોમૅન્ટિક સમય સાથે ગાળવા મળશે. બન્ને પાર્ટનરને ગમતી હોય એવી ચેષ્ટાઓ કરો. રૂટીન તોડવા માટે કંઈક નાવીન્ય જરૂરી છે.
Source By : gujaratimidday