events

રાજકોટ ખાતે ૨૭મી મે ના રોજ આરોગ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના હસ્તે મુખ્યમંત્રી આવાસ તથા સફાઇ કામદારો માટેના આવાસોનો ડ્રો યોજાશે

 

આગામી તા. ૨૭મી મેના રોજ આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના વિભાગના મંત્રીશ્રી નિતિનભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસકામોના શુભારંભ અને ડ્રોના કાર્યક્રમો યોજાશે.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેસકોર્ષ ખાતે રસ્તા બ્યુટીફિકેશન કામનું ખાતમુહૂર્ત, વોર્ડનં-૩ ખાતેના પોપટપરા વિસ્તારના મુખ્યમંત્રી આવાસ યોજના, સફાઇ કામદારો માટેના આવાસોના નંબર ફાળવણીનો ડ્રો, આજી ફિલ્ટર  પ્લાન્ટ પાસે નિર્માણ પામેલ ઇ.એસ.આર./ જી.એસ.આર.નું લોકાર્પણ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. જેમાં પાણી પુરવઠા અને શ્રમ તથા રોજગાર વિભાગનાના મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજયમંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય તથા ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે

Source By :

Releated Post