events

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જાણીતા કલાકાર અરવિંદ વેગડા મનોરંજન પીરસશે જાહેર જનતાને વિવિધ સ્પર્ધા નિહાળવા આમંત્રણ

 

મુખ્યમંત્રીશ્રીના હસ્તે એમ.એસ. ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે ૨૬મી મેના રોજ સાંજે ૬.૦૦ વાગ્યે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ તથા મહિલા મંડળોની રાજ્ય કક્ષાની રમત ગમત સ્પર્ધા યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી ગુજરાતના નામાંકિત કલાકાર શ્રી અરવિંદ વેગડા ઉપસ્થિતોને તેમની કલાના કામણથી મનોરંજન પૂરૂં પાડશે.  તેથી જાહેર જનતાને આ કાર્યક્રમમાં હાજર રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે. આ કાર્યક્રમમાં એમ.એસ. ગ્રાઉન્ડ ખાતે ટેનીસબોલ ક્રિકેટની સાથે સાથે બહેનો માટે સંગીત ખુરશી,  ઉભી ખો, તેમજ ભાઇઓ માટે શુટીંગ વોલીબોલ, ભાઇઓ બહેનો બન્ને માટે રસ્સા ખેંચ એક સાથે નિહાળી શકાશે.

Source By :

Releated Post