news

બીજા વર્ષે પણ પ્રથમ વર્ગમાં પાસ થઇ મોદી સરકારઃ ૬૨% લોકોએ કામકાજ વખાણ્યું

 

નવી દિલ્હી : મોદી સરકારને બે વર્ષ પુરા થવાના પ્રસંગે એક પ્રકારે રિટર્ન ગીફટ મળી છેઃ શહેરોમાં રહેતા ૬ર ટકા લોકોએ મોદી સરકારના કામકાજને સારૂ કે ઘણુ સારૂ ગણાવ્યુ છેઃ ૪૨ ટકા લોકોએ સ્વચ્છ ભારત યોજનાને સારી ગણાવી છેઃ મેઇક ઇન ઇન્ડિયા ૧૩ ટકા સાથે બીજાક્રમે રહી છેઃ સર્વેમાં લોકોએ નોકરીઓમાં યોગ્ય તક ઉભી ન કરવાને સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી છેઃ ૪૦ ટકા લોકોનુ કહેવુ છે કે કાળા નાણા અંગે સરકારે વચન નથી પાળ્યુઃ એક તૃતીયાંશ લોકોનું માનવુ છે કે, આ દિશામાં સરકારે પગલા લીધા છેઃ ૭પ ટકા લોકોએ પાકિસ્તાનને લઇને મોદી સરકારની નીતિને સહાસિક અને યથાર્થ ગણાવી છેઃ પ૦ ટકા લોકોએ મોંઘવારીમાં ઘટાડો આવવાનો કેટલોક કે પુરો શ્રેય મોદી સરકારના કામકાજને આપ્યો છેઃ ર૦ ટકા લોકોનું કહેવુ છે કે સરકાર પોતાની વિચારધારાથી ભટકી છેઃ ર૦ ટકા લોકોનું કહેવુ છે કે મોંઘવારી ઘટી નથી.

Source By :

Releated Post