news

ખુદ મુખ્યિમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની આંખો પણ અશ્રુભીની થઇ

 

મુખ્યકમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની ઉપસ્થિંતિમાં મહુધા તાલુકાની હેરંજ પ્રાથમિક શાળામાં કન્યાિ કેળવણી – શાળા પ્રવેશોત્સદવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજમાં પ્રવર્તતી સ્ત્રીકભ્રૂણ હત્યાિ અંગે મંગલનગરની ધો.૯માં અભ્યા્સ કરતી માસુમ અંબિકા મોહનભાઇ ગોહેલે પોતાના વિચારો રજૂ કર્યા ત્યાતરે સભા મંડપમાં હૃદયદ્રાવક દ્રશ્યોં સાથે ગમગીની છવાઇ ગઇ હતી.
    માસુમ અંબિકા ગોહેલે સ્ત્રીંભ્રૂણ હત્યાછને લીધે જેમની જીંદગીના પુષ્પો  ખિલતા પહેલાં જ મુરઝાઇ જાય છે તેવી કમનસીબ દિકરીઓની વ્ય થા-કથાને વાચા આપીને સભામંડપમાં ઉપસ્થિનત સૌની આંખો ભીંજવી દીધી હતી. ખુદ મુખ્યબમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલની આંખો પણ અશ્રુભીની થઇ ગઇ હતી.
    અંબિકા ગોહેલે ન જન્મે્લી દિકરીનો માને પત્ર ખૂબ જ હ્રદયસ્પિર્શી ભાષામાં બયાન કર્યો હતો. ગર્ભમાં રહેલી કન્યાાના જન્મ્વા દેવા માટેના વલોપાતને અંબિકાએ બેખૂબી અભિવ્યનકત કરતા સમારોહમાં ગમગીની છવાઇ ગઇ હતી અને કન્યાહ ભ્રૂણની વેદનાથી સહુની આંખો અશ્રુપુરીત બની હતી.
    કન્યાન ભ્રૂણ સામે આવો હ્રદયસ્પ્ર્શી આક્રોશ વ્ય્કત કરનારી આ દિકરીને મુખ્યગમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે સ્ટેાજ પર બોલાવીને માતૃહ્રદયા ભાવ સાથે અંબિકાને ભેટી પડયા હતા.
    મુખ્યનમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે માસુમ અંબિકાની વકતૃત્વભ કલાને બિરદાવતા જણાવ્યુંી કે, ગ્રામ્યદ વિસ્તા્રની દિકરીઓમાં પણ કેટલુ કૌશલ્ય  પડેલુ છે તેનું જીવંત ઉદાહરણ નાનકડી દિકરી અંબિકાએ પૂરૂં પાડયુ છે.
હેરંજની શાળામાં ધો.૯માં પ્રવશેલી અંબિકા ગોહેલને ભણીગણીને ડોકટર બનવાની ઇચ્છાર વ્યૂકત કરી હતી. અંબિકા ગોહેલની અન્યિ ત્રણ બહેનો પણ હેરંજ પ્રાથમિક શાળામાં અનુક્રમે ધો.૭, ધો.૫ અને ધો.૪માં અભ્યાગસ કરી રહી છે, જયારે નાનો ભાઇ હવે શાળામાં દાખલ થશે. અંબિકાના માતા-પિતા ખેતી કામ કરી કુટુંબનું ભરણપોષણ કરે છે. અંબિકાએ મહેસાણા ખાતે યોજાયેલ રાજયકક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઇ શાળાને ગૌરવ અપાવ્યુત હોવાનું તેણીના શિક્ષકે જણાવ્યું  હતું.
 

Source By :

Releated Post