events

ગુજરાતમાં ભાજપ દ્વારા ૩ તબક્કામાં વર્ગો : ૧ લાખ કાર્યકરોને પ્રશિક્ષણ

 

પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, તા. ૧૭ મેના રોજ દિલ્હી ખાતે અખિલ ભારતીય કક્ષાની અભ્યાસ વર્ગ માટેની બેઠક મળી હતી. તેના ભાગરૂપે આજે ગુજરાતમાં અભ્યાસ વર્ગોની તૈયારી માટે ભાજપની પ્રદેશ બેઠક શ્રી કમલમ કાર્યાલય ખાતે મળી હતી. તેમાં પ્રદેશ વકતા શિબિર અને મંડલ સઃ અભ્યાસ વર્ગોના આયોજન અને કાર્યક્રમનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું હતું. તા. પ જૂન ર૦૧૬ના રોજ એક દિવસની પ્રદેશ વકતા શિબિર કરવામાં આવશે. ભાજપા ઇતિહાસ-વિકાસ, સૈદ્ધાંતિક અધિષ્ઠાન, બંને સરકારોની ઉપલબ્ધિઓ, સંગઠન-સરકારમાં કાર્યકર્તા તરીકેની ભૂમિકા, સોશ્યલ મીડીયા વિગેરે પર માર્ગદર્શન આપવામાં આવશે.

   વકતા શિબિરમાં પ્રદેશ પ્રમુખ શ્રી વિજયભાઇ રૂપાણી, મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પરશોતમભાઇ રૂપાલા તેમજ કેન્દ્રમાંથી રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી શ્રી વી. સતીષજી, રાષ્ટ્રીય મહામંત્રીશ્રી મુરલીધર રાવજી અને ડો. મહેશચંદ્ર શર્માજી ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

   અભ્યાસ વર્ગના પ્રથમ તબક્કો મંડલ કક્ષાએ જૂનના બીજા અઠવાડીયાથી જુલાઇ સુધીમાં કરવામાં આવશે અને આ મંડલ કક્ષાના લગભગ રપ૦ થી ૩૦૦ અભ્યાસ વર્ગો કરવામાં આવશે. બીજા તબક્કામાં ૪૧ જીલ્લા/મહાનગરમાં અને અંતિમ તબક્કામાં પ્રદેશના ચાર ઝોન મુજબ અભ્યાસ વર્ગો કરવામાં આવશે. આ અભ્યાસ વર્ગો દ્વારા ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૧ લાખ જેટલા કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે. અભ્યાસ વર્ગનું આ સમગ્ર અભિયાન ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

   પ્રદેશ કાર્યાલય ખાતે મળેલ પ્રદેશ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયા, પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી. પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ મંત્રીશ્રી હર્ષદગીરી ગોસ્વામી, પ્રદેશ પ્રવકતા શ્રી ભરતભાઇ પંડયા, પ્રદેશ કો-ઓર્ડીનેટર શ્રી કૌશિકભાઇ પટેલ અને પ્રશિક્ષણ સેલના કન્વીનર શ્રી રાજેશભાઇ પટેલ સહિત ઝોન અને જીલ્લામાંથી મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Source By :

Releated Post