Gujarat

સપ્તક ગુરુપૂર્ણિમા મહોત્સવમાં યંગસ્ટર્સ મ્યુઝિકલ પરફોર્મ કરશે

સીતાર, વાયોલિન, હોર્મોનિયમ, ફ્લુટ અને તબલાની થિરકન સાથે : પં.નંદન મહેતાની સ્મૃતિ માં ગુજરાત વિદ્યાપીઠમાં ૯ ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ થશેઃ જે ઓપન ફોર ઓલ રહેશે

 ક્લાસિકલ મ્યુઝિક એ પંરપરા સમાન છે. જેમાં સંગીતના સૂર, લય અને તાલનો અભૂતપૂર્વ સંગમ રહેલો છે. મ્યુઝિકની આ વર્ષો જૂની પરંપરા આજની નવી પેઢીને સીતાર અને તબલાની થિરકન સુધી લઈ આવે છે તો કોઈકને વોકલના સુમધુર રાગ સાથે દોસ્તી કરાવી દે છે. ક્લાસિકલ મ્યુઝિકથી નવી પેઢીનો સાક્ષાત્કાર કરાવવા અને પં.નંદન મહેતાની યાદમાં સપ્તક દ્વારા ગુરૃપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવે છે.
આ ગુરૃપૂર્ણિમા મહોત્સવ ગૂજરાત વિદ્યાપીઠમાં તારીખ ૯ ઓગસ્ટના રોજ સાંજે ૬.૩૦ કલાકે થશે. જે ઓપન ફોર ઓલ રહેશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્તક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ક્લાસિકલ રાગ અને તાલ સાથે આ મહોત્સવ ઉજવાશે. જેમાં વિદ્યાર્થીઓ સીતાર, વાયોલિન, હોર્મોનિયમ, ફ્લુટ અને તબલા જેવા ઈન્સ્ટ્રુમેન્ટ સાથે વોકલની પણ પ્રસ્તુતિ થશે. આ ઉપરાંત સપ્તક વર્કશોપ અને બેઠકનો પ્રોગ્રામ પણ યોજાશે.
બનારસ ઘરાનાના તબલા વાદન પર વર્કશોપ
બનારસ ઘરાનાના તબલા વાદનની વિશેષતા પર પંડિત પુરણ મહારજ દ્વારા લેક્ચર અને ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે. આ વર્કશોપ તારીખ પાંચ અને છ ઓગસ્ટના રોજ સપ્તક આર્કાઈવ્સમાં યોજાશે.
ઉ. શાહિદ પરવેઝનું સિતાર વાદન થશે
સપ્તક દ્વારા આયોજીત બેઠકમાં ગાંધીનગર પં. નંદન મહેતા ઓડિટોરીયમમાં ઉ. શાહિદ પરવેઝનું સિતાર વાદન થશે. બેઠકનો આ પ્રોગ્રામ ૮ ઓગસ્ટના રોજ થશે.